બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / What did Rohit Sharma say to Shubman in the ongoing match in Ahmedabad! You have to listen to the video with headphones

ક્રિકેટ / અમદાવાદમાં ચાલુ મેચમાં શુભમનને આ શું બોલ્યો રોહિત શર્મા! હેડફોન લગાવીને સાંભળવો પડશે વીડિયો

Megha

Last Updated: 11:57 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો જેમાં ફીલ્ડિંગ દરમિયાન હિટમેને ગિલને અપશબ્દ કહ્યા હતા

  • ફીલ્ડિંગ દરમિયાન રોહિત શર્માએ ગિલને કહ્યા અપશબ્દ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રોહિતનો વિડીયો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જણાવી દઈએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે હાલમાં ટીમ ઈન્ડિયા ઘણી પાછળ ચાલી રહી છે. હાલ ટીમ ઈન્ડિયા મેચ જીતવાના પૂરા પ્રયાસ કરી રહી છે આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફીલ્ડિંગ દરમિયાન રોહિત શર્માએ ગિલને કહ્યા અપશબ્દ 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો અને એક સમય એવો આવ્યો જ્યાં એને તેના યુવા ઓપનર પાર્ટનર શુભમન ગિલને ઠપકો આપ્યો હતો. જો કે એ પરિસ્થિતિમાહળવા અંદાજમાં હિટમેને શુભમન ગિલ સામે અપશબ્દોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિતે મેચ દરમિયાન ગિલના અયોગ્ય વલણની પ્રતિક્રિયા તરીકે આ વર્તન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રોહિતનો વિડીયો 
જણાવી દઈએ કે આ ઘટના ભારતની ફિલ્ડિંગ દરમિયાન બની હતી. મેચના બીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું હતું અને 133મી ઓવરનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એ સમયે ઓસ્ટ્રેલિયાએ 384 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ઓપનર ઉસ્માન ખ્વાજા 164 અને મિચેલ સ્ટાર્ક ચાર રન બનાવીને ક્રિઝ પર હાજર હતા. એ સમયે સ્ટમ્પ માઈક પર રોહિત શર્માનો અવાજ રેકોર્ડ થયો હતો. જો કે આ ઘટના કેમેરામાં કેદ થઈ શકી ન હતી કારણ કે બ્રોડકાસ્ટર્સ તે સમયે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોના શોટ્સ બતાવી રહ્યા હતા. 

નોંધનીય છે કે વાંધાજનક હોવાને કારણે અમે આ વિડિયો અહીં શેર કરી શકતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ