શું હોય છે અંતરિમ બજેટ, કેવી પડશે સામાન્ય નાગરિક પર અસર

By : krupamehta 01:19 PM, 30 January 2019 | Updated : 01:19 PM, 30 January 2019
મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં પોતાના પહેલા કાર્યકાળનું અતિમ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. દેશમાં મે મહિનામાં ચૂંટણી યોજાનાર છે, એવામાં કહેવામાં આવી રહ્યું છે કે આ અંતરિમ બજેટ હશે. ટેકનીકી રૂપથી અંતરિમ બજેટ ચૂંટણી વર્ષમાં થોડાક સમય માટે દેશને ચલાવવા માટેના ખર્ચાની વ્યવસ્થા કરવાની ઔપચારિકતા છે. જાણો અંતરિમ બજેટથી જોડાયેલી ખાસ વાતો અને સામાન્ય નાગરિક પર એની શું અસર પડશે. 

શું હોય છે અંતરિમ બજેટ
જ્યારે કેન્દ્ર સરકારની પાસે પૂર્ણ બજેટ રજૂ કરવાનો સમય હોતો નથી તો એ અંતરિમ બજેટ રજૂ કરે છે. ભારતમાં લોકસભા ચૂંટણી સમયે સરકારની પાસે પરંપરા પ્રમાણે ચૂંટણી પૂરી થવા સુધીના સમય માટે બજેટ રજૂ કરે છે. આ આખા વર્ષની જગ્યાએ થોડાક મહિના સુધી હોય છે. જેમાં ચૂંટણી સુધી દેશ ચલાવવા માટે ખર્ચની વ્યવસ્થા કરવામાં આવે છે. નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. જો કે સંવિધાનમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથી અને સરકાર પૂર્ણ બજેટ પણ રજૂ કરી શકે છે. 

કેવી રીતે સામાન્ય બજેટથી અલગ હોય છે
અંતરિમ બજેટમાં પણ સામાન્ય બજેટની જેમ જ સંસદથી મંજૂરી લેવામાં આવે છે. પરંતુ આ સામાન્ય બજેટથી અલગ હોય છે. એમાં સામાન્ય રીતે નીતિગત નિર્ણય લેવામાં આવતો નથી. ચૂંટણી બાદ ગઠિત સરકાર જ પોતાની નીતિઓ પ્રમાણે નિર્ણય લે છે અને યોજનાઓની જાહેરાત કરે છે. 

સામાન્ય નાગરિક પર શું થશે અસર
પરંપરા અનુસાર અંતરિમ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઇ ફેરફાર કરવામાં આવતો નથી. આવી રીતે જોવામાં આવે ચો ઇન્કમ ટેક્સ સ્લેબ બદલવાની શક્યતા ના બરાબર છે. અંતરિમ બજેટમાં ઇનડાયરેક્ટ ટેક્સોમાં ફેરફાર થતા રહ્યા છે. એવામાં સરકાર જો કોઇ ચીજ સસ્તી કરવા ઇચ્છો તો એ ઇમ્પોર્ટ, એક્સાઇઝ અથવા સર્વિસ ટેક્સમાં રાહત આપી શકે છે. 

છેલ્લા અંતરિમ બજેટમાં શું હતું ખાસ
ગત અંતરિમ બજેટ 2014માં નાણામંત્રી પી ચિદંબરમે રજૂ કર્યું હતું. એ બજેટમાં ઇન્કમ ટેક્સના દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહતો. પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી. જેના કારણે કાર, બાઇક, સાબુ, ટીવી અને મોબાઇલ સસ્તા થયા હતા. રક્ષા બજેટ વધારવામાં આવ્યું હતું. ખેડૂત લોન પર પણ 2 
ટકા છૂટ આપવામાં આવી હતી. 

લોકોને શું છે આશા
જો કે પહેલા પણ અંતરિમ બજેટમાં ટેક્સના દરોમાં ઘટાડા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. આ વખેત પણ મોદી સરકારથી લોકોને કંઇક આ પ્રકારની આશા છે. ખેડૂતોને આશા છે કે મોદી સરકાર એમને બજેટમાં મોટી રાહત આપશે. રક્ષા બજેટ પણ વધારી શકાય છે. Recent Story

Popular Story