બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / Well off Monarchical time demand of recharge wells to Bhavnagar

લોકમાંગ / જળસંકટ વચ્ચે ભાવનગરના મહારાજાએ રાજાશાહી સમયમાં બનાવેલી 20 હજાર વાવને ફરી જીવંત કરવાની જરૂર

Kishor

Last Updated: 06:31 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં રાજાશાહી સમયમાં નિર્માણ પામેલી વાવ અને કૂવાઓની સાફ-સફાઇ કરી રિચાર્જ કરવા લોકમાંગ ઉઠી છે.

  • ભાવનગરમાં પાણીનો પોકાર
  • જીવંતતા ઝંખતી રાજાશાહી સમયની 20 હજારથી વધુ વાવ 
  • પૌરાણિક વાવોની સાફ-સફાઇ અને રિચાર્જ કરવા લોકમાંગ

હાલ ઉનાળાની સીઝનમાં ગરમીનો માહોલ બરોબરનો જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે એક બાજુ પાણીનો વપરાશ વધ્યો છે તો બીજી બાજુ પાણીના તળ ઊંડા ગયા હોવાથી અનેક વિસ્તારોમાં પાણીની પળોઝણ જન્મી છે. ચારે કોર પાણી આપો.. પાણી આપો...ની માંગ ઉઠી રહી છે. જળસમસ્યા વિકટ સ્થિતિનું સ્વરૂપ ધારણ કરે એવા સંજોગો વર્તાઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભાવનગરમાં રાજાશાહી વખતે લાખ્ખો લોકોની તરસ છીપાવતી પૌરાણિક વાવોની સાફ-સફાઇ અને રિચાર્જ કરવા લોકોમાંથી માંગ ઉઠી છે. 

પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ રાજાશાહી સમયના વાવ, કૂવાને જીવિત કરવા જરૂરી
ભાવનગરના રાજવી મહારાજા તખ્તસિંહજી અને મહારાજા ભાવસિંહજી બીજાના સમયમાં જિલ્લામાં 20 હજારથી વધુ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે અહીં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને રસ્તા પરથી પસાર થતા વટેમાર્ગુઓ વિરામ કરીને પાણીની તરસ છીપાવતા હતા. ત્યારે આકરા તાપમાં પાણી માટે વલખા મારતી જનતાની જરૂરિયાતને ધ્યાને લઈ સરકાર રાજાશાહી સમયના વાવ, કૂવાને ફરીથી જીવંત બનાવવાની દિશામાં કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. 


તો લોકોને ક્યારેય પાણી માટે વલખા મારવા નહી પડે 
સરકાર પાણીના સ્ત્રોત અને સંગ્રહ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે જેથી આવા વાવ, કુવા અને તળાવોને પણ જીવંત કરવા જોઈએ. ભવનગરના રાજવી મહારાજા તખ્તસિંહજી અને મહારાજા ભાવસિંહજી બીજાના સમયમાં 20હજાર વાવ-કૂવાના નિર્માણને પગલે જે-તે સમયે આ વિસ્તારના પાણીના તળ હંમેશા ઊંચા રહેતા હતા. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લમાં ગોહિલવાડ સમયે સૌથી વધુ વાવનું નિર્માણ કરવામાં આવ્યા હતું. જેમાંની મોટાભાગની વાવ પગથિયાં વાળી હતી. જેના કારણે લોકો અંદર જઈને પાણી પી શકતા હતા. જો રજવાડા સમયની આ વાવોને જીવંત કરવામાં આવે તો લોકોને ક્યારેય પાણી માટે વલખા મારવા નહી પડે તેવું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. 


ભૂકંપ સહિતની કુદરતી આફતો અને સમયની થપાટ ખમી જર્જરિત બનેલી તથા અડીખમ અને ઉજળો વારસો ધરાવતી વાવોને જીવિત કરવા અંગે ઇતિહાસવિદો અને લોકોની માંગ છે. આવી વાવને ફરી પુનઃ જીવિત કરીને સાફ સફાઈ કરાવી તેમાં શુદ્ધ પાણીનો સંગ્રહ થઈ તે દિશામાં કામ કરવા માંગનો સૂર ઉઠ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ