ઉત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા કેટલાય દિવસોથી હીટવેવ અને ભીષણ ગરમીથી રાહત છે. દેશના અલગ અલગ ભાગોમાં તોફાન અને ભારે પવન સાથે વરસાદના અણસાર મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી
આગામી 4 દિવસ સુધી દેશમાં ક્યાય હીટવેવ જોવા નહીં મળે
આજથી ચોમાસુ બેસવાનું શક્યતા
ઉત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા કેટલાય દિવસોથી હીટવેવ અને ભીષણ ગરમીથી રાહત છે. દેશના અલગ અલગ ભાગોમાં તોફાન અને ભારે પવન સાથે વરસાદના અણસાર મળી રહ્યા છે. જેને લઈને હવામાને પોતાનું મૂડ બદલ્યું છે. IMDનું માનીએ તો, આગામી 4 દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં હીટવેવની ચેતવણી નથી.
વાત જો દિલ્હીના હવામાનની કરીએ તો, રાજધાનીમાં આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહેશે, જો કે, અધિકત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્યિસસની પાર રહેશે.દિલ્હીમાં આજે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી અને અધિકતમ તાપમાન 41 ડિગ્રી રેકોર્ડ થઈ શકે છે. તો વળી 30 મેના રોજ દિલ્હીમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.
મુખ્ય શહેરોનું તાપમાન
શહેર
લઘુતમ તાપમાન
મહત્તમ તાપમાન
દિલ્હી
27
41
શ્રીનગર
13
24
અમદાવાદ
28
41
ભોપાલ
27
40
ચંડીગઢ
27
39
દહેરાદૂન
22
37
જયપુર
30
42
શિમલા
16
25
મુંબઈ
28
33
લખનઉ
26
42
ગાજિયાબાદ
28
39
જમ્મુ
24
34
લેહ
6
19
પટના
27
37
ચોમાસાના લઈને શું છે હવામાન વિભાગની આગાહી
ચોમાસાને લઈને હવામાન વિભાગે ખુશખબર આપી છે. ભારતીય હવામાન વિભાગનું કહેવુ છે કે, 29-30 મે સુધી ચોમાસુ કેરલ પહોંચવાની આશા છે. સામાન્ય રીતે કેરલમાં ચોમાસુ 1 જૂન સુધી આવી જાય છે. પણ આ વખતે ચોમાસુ સમય કરતા વહેલુ બેસવાનું છે.
આપને જણાવી દઈએ કે, ચોમાસુ આવતા પહેલા કેરલના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરલમાં આગામી થોડા દિવસોમાં કેરલમાં આવુ જ હવામાન રહેશે. કેરલમાં આગામી થોડા કલાકમાં વરસાદ અને ભારે પવન જોવા મળી શકે છે.