weather forecast update by imd says heavy to medium rain and thunderstorm
વાતાવરણ પલટશે /
હવેના ચાર દિવસ ગરમીથી મળશે રાહત, ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તો ક્યાંક વવાઝોડાની હવામાન વિભાગની આગાહી
Team VTV10:04 AM, 22 May 22
| Updated: 11:20 AM, 22 May 22
હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસ સુધી ગરમીથી રાહત મળશે તો સાથોસાથ દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
દિલ્હી અને NCR માં રહેતા લોકોને આકરી ગરમીથી રાહત મળવાની છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તૂટક તૂટક અને ઝરમર વરસાદને કારણે ગરમીથી રાહત મળશે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
IMDએ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 24 મે સુધી વરસાદની આગાહી કરી છે.
25 મે સુધીમાં પડશે વરસાદ
હવામાન વિભાગ (IMD) અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રવિવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડાની શક્યતા છે. કેટલીક જગ્યાએ વરસાદની પણ શક્યતા છે.
Fairly widespread to widespread light/moderate rainfall with isolated heavy to very heavy falls and thunderstorm/lightning very likely over Arunachal Pradesh, Assam-Meghalaya and Nagaland, Manipur, Mizoram & Tripura and Sub-Himalayan West Bengal & Sikkim during next 2 days
— India Meteorological Department (@Indiametdept) May 21, 2022
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 22-25 મે અને કર્ણાટકમાં 22 મેના રોજ હળવા કે સામાન્ય વરસાદની અપેક્ષા છે. તો આગામી બે દિવસ પૂર્વોત્તરના 8 રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
તાપમાનમાં ઘટાડો
25 મે સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રીની રેન્જમાં રહેશે. આ દરમિયાન હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેશે. 26મી મેથી ફરી એકવાર તાપમાન વધવા લાગશે. હવામાનની આગાહી કરતી એજન્સીના જણાવ્યા અનુસાર, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગરમીમાંથી થોડી થોડી રાહત આપતું રહેશે. એટલે કે હવે આખું અઠવાડિયું હીટવેવ રહેવાની કોઈ શક્યતા નથી.
તમારા રાજ્યની હવામાન સ્થિતિ જાણો
IMD એ એક ટ્વિટમાં એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના પહાડી વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં આગામી 5 દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.