Team VTV11:32 AM, 14 Mar 22
| Updated: 11:37 AM, 14 Mar 22
ગુજરાતમાં વધશે ગરમી, હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી
ગુજરાતમાં વધશે ગરમી
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્તાશે અસર
રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડી તો બપોર થતા થતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. એક તરફ ઠંડા પવનો વચ્ચે માવઠાનો માર તો બીજી તરફ ઉનાળાની પણ ધીરે ઘીરે શરુઆત થઇ રહી છે. ત્યારે આ વખતો ઉનાળો આકરો રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વનું છે કે આમ તો હોળી પછી ગરમીની શરુઆત થાય છે પરંતુ રાજ્યમાં અત્યારથી જ બફારો વર્તાઇ રહ્યો છે.
યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હોળી સુધી હિટવેવની આગાહી કરી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગર સહિત ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહેવાનું અનુમાન કર્યું છે. આ ઉપરાંત દરિયા કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.આ વિસ્તારોમાં સૌથી વધુ હિટવેવની અસર રહેશે તેમ પણ જણાવ્યું. અમદાવાદ સુરત રાજકોટ અમરેલી દીવ સહિત ગરમ પવન ફૂંકાશે.
હિટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હોળી સુધી હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ દિશાનો પવન છે.જેને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આકરાં ઉનાળાનો દૌર શરૂ થશે