બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / weather forecast delhi rain waterlogged 11 september imd rain alert haryana up mausam updates

મેઘમહેર / દિલ્હીમાં આજે ગર્જના સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જગ્યાઓએ આપ્યું યલો એલર્ટ

Bhushita

Last Updated: 08:40 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આજે દિલ્હી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવાની સાથે અનેક જગ્યાઓએ એલર્ટ જાહેર કર્યું છે.

  • દેશમાં ભર ભાદરવામાં પણ મેઘો મહેરબાન
  • દિલ્હીમાં આજે ગર્જના સાથે ભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગે આ જગ્યાઓએ પણ આપ્યું એલર્ટ

ઉત્તર ભારતમાં ફરી એકવાર સીઝનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમા વરસાદની સ્થિતિ કાયમ જોવા મળી રહી છે. રાજધાની દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. દિલ્હીમાં મોડી રાતથી વરસાદની સ્થિતિ ચાલુ રહી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવાની સાથે અનેક જગ્યાઓએ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
હવામાન વિભાગે દિલ્હી- એનસીઆરને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી - એનસીઆરના અનેક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. સાંજે દિલ્હીમાં ભારે વરસાદની શક્યતા પણ કરવામાં આવી છે.

આ જગ્યાઓએ વરસાદને લઈને કરવામાં આવી છે આગાહી

હવામાન વિભાગે હરિયાણા, યૂપી અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુસાર મુઝફ્ફનગર, શામલી, બડૌત, બાગપત, પિલખુઆ, નરોરા, અનૂપશહેર, જહાંગીરાબાદ, બુલંદશહેર, સિકંદરાબાદ, ખુર્જા અને આસપાસના અનેક વિસ્તારોમાં આવનારા કેટલાક કલાકોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે નોઈડા, ગ્રેટરનોઈડા, દાદરી, કરનાલ, રાજૌંદ, પાણીપત, ગોહાના, ગન્નોર, સોનીપત, ખરખોદા, જીંદ, રોહતક, ઝજ્જર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. આ સિવાય રાજસ્થાનમાં સામાન્યથી વધારે વરસાદની શક્યતા કરાઈ છે. 

હરિયાણા અને પંજાબની સાથે રાજસ્થાનમાં પણ રહેશે વરસાદ
હવામાન વિભાગે હરિયાણા અને પંજાબની સાથે રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા સેવી છે. પંજાબમાં મોનસૂન ફરી એક્ટિવ થઈ શકે છે. સ્કાઈમેટના અનુસાર મધ્ય પ્રદેશના પશ્ચિમી વિસ્તારો અને તેની પાસેના રાજસ્થાન પર ચક્રાવાતી હવાનું ક્ષેત્ર બન્યું છે. મોનસૂનનો ટ્રેક બીકાનેર, કોટા, ગુના, સિદ્ધિ, અંબિકાપુર, પુરી અને દક્ષિણ પૂર્વની તરફ અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીથી પસાર થઈ રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ