દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીની શરુઆત થઈ ચૂકી છે.
23 અને 24 ઓક્ટોબરે દિલ્હામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે
આવનારા દિવસોમાં ઠંડીમાં હજું વધારો થશે -IMD
દિલ્હીમાં ઓછું થયું વાયુ પ્રદૂષણ
23 અને 24 ઓક્ટોબરે દિલ્હામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે
દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગનું માનીએ તો આવનારા દિવસોમાં ઠંડીમાં હજું વધારો થશે કેમ કે 23 અને 24 ઓક્ટોબરે વાદળ છવાયેલા રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વાયુ પ્રદૂષણમાં ઘટાડો આવી રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે દિલ્હીમાં વાદળ રહેશે
ભારતીય મૌસમ વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામનીએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે દિલ્હીમાં વાદળ રહેશે. આ સાથે દિલ્હી એનસીઆરમાં 23ની રાત અને 24ની સવારે છિટપુટ વરસાદની શક્યતા છે. ત્યારે આ દરમિયાન પંજાબમાં સારો વરસાદ થશે. પરંતુ ઉત્તરાખંડમાં વરસાદની શક્યતા નથી.
ગુરુવારે સીઝનની પહેલી ઠંડી
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે દિલ્હીમાં આ સીઝનમાં પહેલી વાર સારી ઠંડીનો અનુભવ થયો છે. આ દરમિયાન પાર્કમાં ફરવા જતા લોકોને ખાસ ઠંડી લાગી છે. જો કે દિવસે તડકો નિકળ્યો હતો અને દિવસ ભર વાદળ સાફ હતા. એ બાદથી રોજ સવાર સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે અને કાલે થનારા વરસાદના કારણે ઠંડી વધી શકે છે.
દિલ્હીમાં ઓછું થયું વાયુ પ્રદૂષણ
દિલ્હીમાં શુક્રવારે વાયુની ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઈ) મધ્યમ કેટેગરીમાં નોંધાયુ હતુ . જો કે ભારે હવાઓ અને વરસાદના કારણે આવનારા દિવસોમાં હવાની ગુણવત્તામાં સુધારો થવાની આશા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની હવામન પૂર્વાનુમાન એકમ ‘સફર’મુજબ દિલ્હી એક્યૂઆઈ 162 નોંધાયો. જે મધ્યમ શ્રેણીમાં આવે છે. ત્યારે સ્થાનીય સુકા હવામાન, પશ્ચિમી હવાઓ અને સ્થાનીય ધૂળ ઉત્સર્જનના કારણે પીએમ 10ના સ્તરમાં વધારો થશે.