બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Wear A Bindi First': Karnataka BJP MP Yells At Woman During Women's Day Event, Sparks Controversy

પારકી પંચાત / VIDEO : 'ચાંદલો લગાડ, તારો પતિ જીવે છે' મહિલા દિવસે મહિલાને જોઈને બરાડ્યાં નેતાજી, વાંધાજનક વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:45 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક ભાજપ સાંસદ એસ.મુનિસ્વામીએ રાજ્યના કોલારમાં મહિલા દિવસે આયોજિત એક વેચાણ કાર્યક્રમમાં મહિલાને વાંધાજનક ભાષામાં સંભળાવ્યું હતું.

  • કર્ણાટક ભાજપ સાંસદ એસ.મુનિસ્વામીએ વિવાદ ઊભો કર્યો
  • મહિલા દિવસે કાર્યક્રમે કપડાં વેચતી મહિલાને પૂછ્યું વાંધાજનક
  • મહિલાએ કપાળમાં નહોતો લગાવ્યો ચાંદલો
  • કહ્યું તારો પતિ જીવતો છે, ચાંદલો લગાડ 

મહિલા દિવસે કર્ણાટક ભાજપના સાંસદ એસ મુનિસ્વામીએ એક મહિલાને વાંધાજનક સલાહ આપતા વિવાદ ઊભો થયો છે.  ભાજપના સાંસદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોકો તેમની નિંદા કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથેના આવા વર્તન અંગે વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે. 

કપડાં વેચી રહેલી મહિલાને શું સલાહ આપી ભાજપ સાંસદે 
સાંસદ એસ મુનિસ્વામીએ કોલાર જિલ્લામાં પહોંચ્યાં હતા અને અહીં તેમના ધ્યાનમાં એક એવી મહિલા આવી કે જેણે કપાળમાં ચાંદલો લગાડ્યો નહોતો. આ જોઈને નેતાજી ભડકી ઉઠ્યાં અને મહિલાને પૂછ્યું કે તે તારા કપાળ પર ચાંદલો કેમ લગાડ્યો નથી. પહેલા બિંદી લગાડ, તારો પતિ જીવે છે કે નહિ? શું તારામાં જરા જેટલી પણ અક્કલ નથી. 

સાંસદની વાંધાજનક સલાહ પસંદ ન પડી લોકોને 

ગુરુવારથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ભાજપના સાંસદ મહિલાને ઠપકો આપતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો કર્ણાટકના કોલારમાં મહિલા દિવસનો કાર્યક્રમ છે, જ્યાં ભાજપના સાંસદ મહેમાન બન્યા હતા. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ ટ્વીટ કરીને આ વીડિયો પર હુમલો કર્યો છે. લોકોએ આ વીડિયોની ટીકા કરી છે. મહિલા દિવસે જ મહિલાઓને આ પ્રકારની વાંધાજનક સલાહ આપવી કેટલી યોગ્ય તેને લઈને સવાલ ઊભા થયાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ