બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / waterborne disease outbreak in ahmedabad in april month this year

પાણીજન્ય રોગચાળો / ચિંતા વધી! કોરોના બાદ અમદાવાદીઓના માથે મંડરાઈ નવી આફત, 10 દિવસમાં 200થી વધુ કેસ નોંધાતા તંત્ર એલર્ટ

Dhruv

Last Updated: 05:38 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કોરોના તો હવે બીજી બાજુ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસમાં 100%નો વધારો નોંધાયો છે.

  • અમદાવાદમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકર્યો
  • ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસોમાં 100%નો વધારો
  • ચાલુ વર્ષે એપ્રિલના 10 દિવસમાં જ 210 કેસો નોંધાયા

એક તરફ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે એવામાં અમદાવાદમાં તો તાપમાનનો પારો 40ને પાર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદમાં વધતી જતી ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઝાડા-ઉલટીના કેસમાં 100%નો વધારો થયો છે. અમદાવાદમાં એકાએક વાતાવરણમાં ફેરબદલ થતા ઝાડા-ઉલટી અને કમળાના કેસમાં વધારો થયો છે. એપ્રિલ માસમાં જ ઝાડા-ઉલટીના 205 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસોમાં 100%નો વધારો નોંધાયો છે.

ચાલુ વર્ષે એપ્રિલના 10 દિવસમાં જ ઝાડા-ઉલટીના  210 કેસો નોંધાયા

ગત વર્ષે શહેરમાં એપ્રિલ મહિનામાં ઝાડા-ઉલટીના 110 કેસો નોંધાયા હતા તો ચાલુ વર્ષે એપ્રિલના 10 દિવસમાં જ 210 કેસો નોંધાયા છે. જેમાં કમળાના 54 કેસ, ટાઇફોઇડના 50 કેસ નોંધાયા છે.

મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા

બીજી બાજુ મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. શહેરના લાંભા, નારોલ, વટવા, રામોલ અને ગોમતીપુરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો પણ સતત વધવા લાગી છે. શહેરમાં 5 દિવસમાં કોર્પોરશન દ્વારા 650 પાણીના નમૂના લેવાયા છે. ચાલુ વર્ષે પાણીના 77 સેમ્પલ અનફિટ આવ્યાં છે.

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે : હવામાન

આ સાથે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 2 દિવસ સુધી હિટવેવની આગાહી નથી. પરંતુ બે દિવસ બાદ ફરીથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. જો કે, આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર વર્તાશે. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ