બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Water shortage in 60% of dams in Gujarat due to lack of rainfall

ભાદરવા પર મદાર / ગુજરાત પર મંડરાતા જળસંકટના વાદળ, કુલ ડેમમાંથી 60% જેટલા ડેમ હજુ પણ કોરાધાકોર

Vishnu

Last Updated: 05:23 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના કુલ 141 મોટા જળાશયોમાંથી હાલ 60 ટકા જેટલા ખાલીખમ, ડેમોનાં હજુ તળીયા સુધી પાણી આવ્યું નથી

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પર તોળાતું જળસંકટ 
  • રાજકોટના 25 ડેમમાં માત્ર 32 ટકા પાણીનો જથ્થો 
  • અમરેલી 65 ટકા અને સૌથી ઓછો પોરબંદરમાં 19 ટકા પાણીનો જથ્થો 
  • સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ હજુ 50 ટકા જ ભરાયો

ચોમાસાની સિઝનનાં હવે બે મહિના બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રનાં જળાશયોની સ્થિતિ ચિંતાનજનક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં કુલ 141 મોટા જળાશયોની હાલની સ્થિતિએ 60 ટકા જેટલા ખાલી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર પંથકની સ્થિતિ સૌથી વધુ સંકટ છે. કેટલાક ડેમોનાં હજુ તળીયા સુધી પણ આવ્યું નથી. સૌરાષ્ટ્રનાં અનેક જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આવ્યો નથી તે મોટો ચિંતાનો વિષય છે. જો આગામી બે મહિનામાં સારો વરસાદ ન થાય તો સૌરાષ્ટ્રમાં જળસંકટ તોળાય તેવી શક્યતા છે.  

સૌરાષ્ટ્રમાં અમરેલી સિવાય તમામ જિલ્લા પર તોળાતું જળસંકટ
રાજકોટ જિલ્લાનાં 25 ડેમોમાં 32 ટકા જેટલું જ પાણી છે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર હજુ 50 ટકા જ ભરાયો છે. જ્યારે આજી-1માં પણ 50 ટકા જ પાણીનો જથ્થો આવ્યો છે. રાજકોટને પાણી પૂરુ પાડતા ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય ડેમોમાં જયાં નર્મદાની લાઈન નથી તેવા ગામોમાં આગામી દિવસોમાં જળસંકટ ઘેરું બનશે તેવુ જણાય રહ્યું છે. જયારે  અમરેલી 65 ટકા અને સૌથી ઓછો પોરબંદરમાં 19 ટકા પાણીનો જથ્થો છે.

કયા ડેમમાં કેટલું પાણી?

ડેમનું નામ કુલ સપાટી (ફૂટ)

હાલની સપાટી(ફૂટ)

     
ભાદર 34.2 20.6
મોજ 44.1 36.8
વેણુ-2 19.5 15
આજી-1 29.2 15.4
આજી-2 30.1 29
સોડવદર 23.1 11.5
સુરવો 25.3 4.3
ડોંડી 8.9 0.1
ગોંડલી 30.1 3.9
ન્યારી-1 25.1 17.8
ન્યારી-2 20.7 11.9
મોતીસર 14.8 12.1

ભાદરવા પર ખેડૂતોને મદાર
સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને બાદ કરતાં લગભગ તમામ જિલ્લામાં થોડી ઘણી પણ પાણીની સ્થિતિ સારી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 સપ્ટેમ્બર એટલે કે આજ થી ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી ત્યારે ગુજરાતવાસીઓને આશા છે કે ભાદરવો વરસાદથી ભરપૂર રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા થોડા ઘણા વરસાદથી ખેડૂતોના બળતા પાકને નવજીવન તો મળ્યું છે પણ હજુ તો પીવાના પાણી અને સંચાઈ માટે ડેમ કે તળાવ પર આધારિત રહેવું પડે તેમ છે પણ ગુજરાતમાં ડેમની સ્થિતિ વરસાદ ઓછો થતાં તળિયા ઝાટક જેવી જ છે આથી આગામી સમયમાં જો વરસાદ રિસામણાં કરે તો પરિસ્થિતિ વધુ વિકટ બને તેમ છે. હાલ તો ખેડૂતો સહિત તમામ લોકો કાગડોળે વરસાદ સામે મીટ માંડી બેઠા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ