બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water came in the lake of Jashomav village in Patan

ચમત્કાર / VIDEO: ગુજરાતમાં આ જગ્યાએ સ્વયંભુ પ્રગટ્યું પાણી, ગામના લોકોની આંખો ફાટી રહી

Vishnu

Last Updated: 11:55 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જિલ્લામાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. ત્યાં એક ગામમાં આખું વર્ષ સુકુંભટ રહેલું તળાવ અચાનક છલકાઈ ગયું.

  • જશોમાવ ગામના તળાવમાં સ્વયંભુ પ્રગટ્યું પાણી
  • વર્ષોથી અહીં પાણી માટે લોકો હતા પરેશાન
  • તળાવ છલકાંતા લોકો માને છે ચમત્કાર 

અત્યાર સુધી કોઈને કોઈ રૂપે ભગવાન પ્રગટ્યા હોય તેવું સાંભળ્યું છે. પરંતુ નિર્જળ રણમાં મીઠું પાણી પ્રગટ્યું હોય તેવું સાંભળ્યું છે.? નહીં સાંભળ્યું હોય. પરંતુ આવો જ ચમત્કાર ગુજરાતમાં પાટણ જિલ્લામાં થયો છે.

જશોમાવ ગામ ભરઉનાળે બન્યું પાણીદાર
આ કળિયુગના સમયમાં ચમત્કાર થયો હોવાની ઘટનાઓ તો ભાગ્યે જ સાંભળવા મળતી હશે. પરંતુ પાટણ જિલ્લાના જશોમાવ ગામે આ કળિયુગની કાળઝાળ ગરમીમાં પણ ચમત્કાર થયો છે. અને તે ચમત્કાર આ નજરોની સામે છલકાઈ ગયેલું તળાવ છે.આ રણેલા તળાવ આમ તો આખું વર્ષ સુકુ ભટ્ટ હતું. પરંતુ અચાનક જ જમીનમાંથી કુદરતી નીર નિકળ્યા. અને જોત-જોતામાં મીઠાપાણીથી સુકુભટ્ટ તળાવ છલકાઈ ગયું છે. જેના કારણે જશોમાવ ગામના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે, જ્યાં પાણી માટે લોકો રઝળપાટ કરતા હતા. ત્યાં જાણે જમીનમાંથી ગંગાજી પ્રગટ્યા છે. 

તળાવ છલકાંતા લોકો માને છે ચમત્કાર 
એક તરફ રાજ્યભરમાં અને પાટણ જિલ્લામાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ઓછા વરસાદના કારણે પાટણ જિલ્લાના જળાશયો ખાલીખમ છે. તેવા સમયે સુકું ભટ્ટ પડેલું તળાવ અચાનક છલકાઈ જાય તે વાત માન્યામાં ન આવે. ત્યારે અમારી ટીમ પણ આ તળાવની મુલાકાતે પહોંચી હતી. અને આસપાસના વિસ્તારમાંથી કોઈ અન્ય રીતે પાણી નથી આવ્યું ને. તેની જાત તપાસ કરી. તો જાણવા મળ્યું કે, ક્યાંયથી પણ અહીં પાણી આવે તેવું શક્ય જ નથી. પાણી જમીનમાંથી જ બહાર આવ્યું છે.   એટલું જ નહીં ગામલોકો તો પાણીને પ્રસાદ રૂપે માથે ચડાવી રહ્યા છે. 

આશિર્વાદરૂપ સાબિત થશે આ પાણી
એક તરફ ઉત્તર ગુજરાતમાં ખાલી તળાવોને ભરવા માટે અનેક ગામડાઓમાં લોકો વિરોધ આંદોલનો ચલાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ જશોમાવ ગામમાં કુદરતી રીતે પાણી પ્રગટ થતાં માનવજાત અને પશુ-પક્ષીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jashomav village Lake Patan Water ચમત્કાર જશોમાવ ગામ તળાવમાં પાણી પાટણ પાણી મીઠી વિરડી Jashomav village Water Miracles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ