Watch: Nihang Sikh breaks leg of poultry farm worker at Singhu border for refusing to give him chicken
હિંસાની બીજી ઘટના /
VIDEO : મફતમાં મરઘી ન મળતા નિહંગો ઉશ્કેરાયા, સિઘુ બોર્ડરે પોલ્ટ્રી ફાર્મના મજૂરના જુઓ કેવા કર્યાં હાલ
Team VTV09:38 PM, 21 Oct 21
| Updated: 09:41 PM, 21 Oct 21
ખેડુત આંદોલનના મુખ્ય સ્થળ સિંઘુ બોર્ડરે નિહંગોએ ફરી વાર ઉત્પાત મચાવીને ચીકન ન મળતા મનોજ પાસવાન નામના મજૂરનો પગ તોડી નાખ્યો હતો.
સિંઘુ બોર્ડર ફરી વાર નિહંગોએ હિંસા પર ઉતર્યાં
મફત મરઘી ન મળતા મજૂર પર કર્યો જીવલેણ હુમલો
પગ ભાંગી નાખ્યો
નિહંગો સિંઘુ બોર્ડરે લખબીરની હત્યા કરી ચૂક્યા છે
સિંઘુ બોર્ડરે લખબીર સિંહની હત્યા બાદ નિહંગોએ મનોજ પાસવાન નામના પોલ્ટ્રી ફાર્મના મજૂરનો એટલા માટે પગ તોડી નાખ્યો કે તેણે તેમને ચીકન આપવાની ના પાડી હતી.
મનોજ નામના પોલ્ટ્રી ફાર્મના મજૂરે ચીકન આપવાની ના પાડતા નિહંગોએ હુમલો કર્યો
મનોજ તેના વાહનમાં ચીકન લઈને જઈ રહ્યો હતો ત્યારે નિહંગોએ તેની અધવચ્ચે ઊભો રાખ્યો અને મફતમાં મરઘી માગી હતી. મનોજે મફતમાં મરઘી આપવાની ના પાડી દેતા નિહંગો ઉશ્કેરાયા હતા અને તેમણે મનોજ પર જીવલેણ હુમલો કરીને તેનો પગ ભાંગી નાખ્યો હતો.
सिंघु बॉर्डर: निहंगों पर मारपीट का आरोप, निहंग ने मजदूर से मुर्गा मांगा, नहीं देने पर तोड़ दी टांग pic.twitter.com/1w6uqxq2Xa
આ ઘટના બાદ પોલીસે એક નિહાંગને કસ્ટડીમાં લીધો છે. કુંડલી પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે. ડીએસપી રાવ વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સિંઘુ સરહદ પર ચીકન સપ્લાય કરનાર મનોજ પાસવાન નામના મજૂર પર નિહંગોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને હુમલામાં તેનો પગ તૂટી ગયો હતો, મનોજની હાલમાં સારવાર ચાલી રહી છે.
નિહંગો લખબીરની હાથ-પગ કાપીને હત્યા કરી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે નિહંગોની હિંસાની આ પહેલી ઘટના નથી. આ પહેલા નિહંગોએ લખબીર નામના ખેડૂતોના બન્ને હાથ અને પગ કાપી નાખ્યા હતા. તેને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું. ઘટના બાદ નારાયણ સિંહ, ગોવિંદ અને ભગવંતની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ હજુ પણ પોતાની તપાસ કરી રહી છે અને લખબીરના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.