બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Watch: Mohammed Siraj drops a sky-high catch, The ball boy standing in the stadium caught it very easily

શું વાત છે! / VIDEO: ભારતના ક્રિકેટર્સે દનાદન કેચ છોડ્યા, મેદાનની બહાર આ છોકરાએ બોલ લપકીને લૂંટી લીધી મહેફિલ, વીડિયો વાયરલ

Megha

Last Updated: 11:30 AM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું તો તેની સાથે ફિલ્ડરોએ ઘણા કેચ પણ છોડ્યા હતા. કેચ છોડવાની વાતમાં મોહમ્મદ સિરાજ સૌથી આગળ હતો.

  • ગઈકાલની વન ડે મેચમાં ટીમ ઈન્ડિયા 9 રનથી હારી ગઈ હતી
  • મોહમ્મદ સિરાજે છોડ્યો કેચ 
  • રવિ બિશ્નોઈએ ડેવિડ મિલરનો કેચ છોડ્યો હતો

ગઈકાલે સાઉથ આફ્રિકાની સાથેની વન ડે મેચમાં ટીમ ઈન્ડિયા 9 રનથી હારી ગઈ હતી. ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું તો તેની સાથે ફિલ્ડરોએ ઘણા કેચ પણ છોડ્યા હતા. કેચ છોડવાની વાતમાં મોહમ્મદ સિરાજ સૌથી આગળ હતો. ગઈકાલની મેચમાં  મોહમ્મદ સિરાજે અવેશ ખાનની ઓવરમાં ત્રણ વખત બોલ પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો.

મોહમ્મદ સિરાજે છોડ્યો કેચ 
ભારત તરફથી ઇનિંગ્સની 38મી  અવેશ ખાને ઓવર કરી હતી અને આ મહત્વની ઓવરમાં ભારતીયોએ ખૂબ જ નબળી ફિલ્ડિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ ઓવરમાં બે મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા. અવેશ ખાનની આ ઓવરના પહેલા જ બોલ પર સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસને અવેશ ખાન પર લાંબો સ્ટ્રોક માર્યો પણ એ સમયે બોલ ખૂબ જ ઊંચો ગયો હતો. મોહમ્મદ સિરાજે 3 પ્રયાસો બાદ પણ આ સરળ કેચ પકડી શક્યો નહોતો.  આ પછીના આગલા બોલ પર રવિ બિશ્નોઈએ ડેવિડ મિલરનો કેચ છોડ્યો હતો અને એ પછી એમને એક સિક્સ ફટકારી હતી. 

બોલ બોય પકડ્યો કેચ 
રવિ બિશ્નોઈએ  ડેવિડ મિલરનો કેચ છોડ્યો હતો એ પછી ડેવિડ મિલરે તેનો ભરપૂર લાભ લીધો અને એ જ ઓવરના ત્રીજા બોલ પર એક સિક્સ મારી હતી. જો કે આ સિક્સ એટલી લાંબી હતી કે સીધી સ્ટેડિયમમાં પંહોચી હતી. પણ અહિયાં આશ્ચર્યની વાત એ છે કે સ્ટેડિયમમાં ઉભેલા બોલ બોયે ખૂબ જ સરળતાથી એ કેચ કરી લીધો હતો. 

ટીમ ઈન્ડિયાને મળી હાર 
ગઇકાલની એ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પણ ગઈ કાળની મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો ઘણા મોંઘા સાબિત થયા હતા. બોલર રવિ બિશ્નોઈએ 8 ઓવરના ક્વોટામાં 69 રન આપ્યા હતા, તો મોહમ્મદ સિરાજે 8 ઓવરમાં 49 રન અને અવેશ ખાને 8 ઓવરમાં 51 રન આપ્યા હતા. સાથે જ મોહમ્મદ સિરાજે અને  અવેશ ખાન એક પણ વિકેટ મેળવી શક્યા ન હતા. એ કારણે જ સાઉથ આફ્રિકા મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ