બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Warned the World Health Organization about the Omicron variant

કોરોના સંકટ / ઓમિક્રોનને લઈ WHOની ગંભીર ચેતવણી, કહ્યું જોખમ ટળી ગયું તે માનવાની ભૂલ ન કરતા, પ્રતિબંધો હટાવવા ભારે પડશે

Ronak

Last Updated: 09:23 AM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોન વેરિએંટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે. જેમા તેમણે કહ્યું કે પ્રતિબંધો હટાવાની ભૂલ ન કરશો જો સંક્રમણ વધ્યું તો મોતનો આંકડો પણ વધી શકે છે.

  • ઓમિક્રોનને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી 
  • કોરોનાના પ્રતિબંધો હટાવા ભારે પડી શકે છે :WHO
  • ઓમિક્રોનનો ખતરો ટળી ગયો તેવું માનવાની ભૂલ ન કરતા :WHO 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે. WHOના કહેવા પ્રમાણે  ઓમિક્રોનની લહેર હજુ પીક પર નથી આવી જેથી તેમનું કહેવું છે કે કોરોના પ્રતિબંધો પર ધીરે ધીરે છૂટછાટ આપવી જોઈએ. મોટા ભાગના દેશોમાં હવે ધીરે ધીરે કોરોના પ્રતિબંધો હટી રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને WHO દ્વારા આ સૂચના આપવામાં આવી છે. 

પ્રતિબંધો હટના ન જોઈએ: WHO

WHOના અધિકારી મારિયા વેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે દરેક દેશોને અપીલ કરીએ છે કે ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિએંટની લહેર હજું પીક પર નથી આવી સાથેજ ઘણા દેશો એવા પણ છે કે જ્યા વેક્સિનેશન ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. જેથી આવા સમયે કોરોનાને લગતા જે પ્રતિબંધો છે તે હવે હટવા ન જોઈએ. 

સંક્રમણ વધ્યું તો મોતના આકડા વધી શકે છે: WHO 

બીજી તરફ WHOના મહાસચિવે કહ્યું કે ઘણા દેશો એવું માની રહ્યા છે કે વેક્સિનેશનને કારણે ઓમિક્રોનનો ખતરો ટલી ગયો છે. સાથેજ એવું પણ માની રહ્યા છે કે આ વેરિએંટ સંક્રામક જરૂરથી પરંતુ એટલો ઘાતક નથી. જોકે આ માનવું ખોટું છે. WHOના મહાસચિવના કહેવા પ્રમાણે સંક્રમણ જો વધ્યું તો મોતના આંકડા પણ વધી શકે છે.

પ્રોટોકોલનું પાલન થાય તે જરૂરી: WHO 

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી કે અમે એવું નથી કહેતા કે દરેક દેશો લોકડાઉન કરે. પરંતુ દરેક દેશમાં કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે ઘણું જરૂરી છે. સાથેજ એવું પણ કહ્યું કે જો કોઈ અન્ય દેશો કોરોનાના નિયમોમાં છૂટછાટ આપે છે તો જરૂરી નથી કે અન્ય દેશ પણ તેને અનુસરે અને તેના જેવું કરે . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ