બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / warm water bath could be dangerous in winter be careful about these mistakes health tips

હેલ્થ / ગરમ પાણીથી નહાવાના ફાયદા કરતા નુકસાન વઘારે, શિયાળામાં ન કરતા આ 5 ભૂલો

Arohi

Last Updated: 03:18 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં કોલ્ડ, ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનો ખતરો વધારે હોય છે. પરંતુ તેનાથી બચવાના ઉપાયો કરતી વખતે પણ અમુક વાતોનું ધ્યાન રાખવું પડે છે.

  • શિયાળામાં આ વસ્તુઓ કરવાની ભુલ ક્યારેય ન કરો 
  • સ્વાસ્થ્યને ફાયદો નહીં થશે નુકસાન 
  • જાણો કઈ વાતોનું રાખશો ધ્યાન

શિયાળાની ઋતુમાં કોલ્ડ, ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનો ખતરો ખૂબ વધી જાય છે. આવી સીઝનમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા, ગરમ પાણી, ચા-કોફી જેવી વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઠંડીથી રાહત મેળવવા માટેના અમુક ઉપાયો તમને મુશ્કેલીઓમાં મુકી શકે છે. જેવા કે વધુ સમય સુધી ગરમ પાણીથી નહાવવાના કારણે શરીરને નુકસાન થાય છે. આવો તમને જણાવીએ કે ઠંડીમાં આપણે કઈ કઈ ભૂલો ન કરવાથી બચવું જોઈએ.

 વધુ સમય સુધી ગરમ પાણીથી ન નહાવવું જોઈએ
એક્સપર્ટ્સ અનુસાર શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાતા હોય છે. પરંતુ લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવવું આપણી બોડી અને મગજ પર ખરાબ અસર કરે છે. વધારે ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને ડેમેજ કરે છે. જેનાથી ત્વચામાં ખંજવાડ, ડ્રયનેસ અને રેશીસની સમસ્યા વધી જાય છે. 

ખૂબ વધારે કપડાં 
શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જેકેટ પર જેકેટ પહેરતા હોય છે. આમ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી બોડી ઓવરહીટિંગનો શિકાર થઈ શકે છે. હકીકતે ઠંડી લાગવાના કારણે આપણું ઈમ્યૂન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ  પ્રોડ્યુસ કરે છે. જે ઈન્ફેક્શન અને બિમારીઓથી આપણી રક્ષા કરે છે. જ્યારે બોડીના ઓવરહીટ થવા પર ઈમ્યુન કામ નથી કરી શકતુ. 

વધુ ભોજન કરવું 
શિયાળામાં આપણને વધારે ભૂખ લાગે છે. માટે આપણો ખોરાક અચાનકથી વધી જાય છે. અને આપણે સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કંઈ પણ ખાવા લાગીએ છીએ. હકીકતે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શરીરની કેલેરી વધુ ખર્ચ થાય છે. જેના કારણે આપણે એક્સ્ટ્રા કેલેરી વાળા ફૂડનું સેવન કરીએ છીએ. એવામાં ભૂલ લાગવા પર ફક્ત ફાઈબર વાળા શાકભાજી કે ફળ જ ખાવા જોઈએ. 

કેફીન 
શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા ચા અને કોફીનું સેવન કરવામાં આવે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે ખૂબ વધારે પડતા કેફીનથી શરીરને નુકસાન પહોંચે છે. દિવસભરમાં તમને 2 કે 3 કપથી વધારે કોફી ન પીવી જોઈએ. 

ઓછુ પાણી પીવુ 
શિયાળામાં લોકોને ઓછી તરસ લાગવાના કારણે પાણી ઓછું પીવામાં આવે છે. પરંતુ તેનો એવો મતલબ નથી કે શિયાળામાં શરીરને પાણીની જરૂર નથી. યુરીનેશન, ડાયઝેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર નિકળી જાય છે. એવામાં પાણી ન પીવાના કારણે બોડી ડીહાઈડ્રેટ થવા લાગે છે. તેનાથી કિડની અને ડાયઝેશનની મુશ્કેલીઓ વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ