બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / waris punjab de amritpal singh's photo riding on a motorcar with bike, ssp swarnadeepsingh informed

પંજાબ / પોલીસને આવી રીતે ચકમો આપી રહ્યો છે અમૃતપાલ, ફેરિયા વાપરે તેવા બાઈકમાં બેઠેલી તસવીર વાયરલ, ફરી વેશ બદલ્યો

Vaidehi

Last Updated: 07:47 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારિસ પંજાબ દે પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલસિંહનો વધુ એક ફોટો સામે આવ્યો છે જેમાં તે મોટરગાડી પર બેઠેલો નજરે પડે છે.

  • અમૃતપાલસિંહનો વધુ એક ફોટો આવ્યો સામે
  • મોટરગાડી પર બાઈકની સાથે દેખાઈ રહ્યો છે અમૃતપાલ
  • SSP સ્વર્ણદીપસિંહે આપી તમામ માહિતી

વારિસ પંજાબ દે પ્રમુખ ભાગેડુ અમૃતપાલસિંહનો વધુ એક ફોટો સામે આવ્યો છે જેમાં તે એક મોટરગાડી પર બેઠેલો નજરે પડે છે. આ મોટરગાડી પર એક બાઈક પણ દેખાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેની બાઈકમાં ઓઈલ સમાપ્ત થયું હશે કે પછી તે બગડી ગઈ હશે.

બાઈક લઈને થયો ફરાર
આ પહેલાં જણાવવામાં આવી રહ્યું હતું કે જાલંધર પોલીસે તે બાઈક જપ્ત કરી લીધી છે જેનાથી અમૃતપાલ ભાગ્યો હતો. જાલંધર ગ્રામીણનાં SSP સ્વર્ણદીપસિંહે જાણકારી આપી છે કે જ્યારે પોલીસ પીછો કરી રહી હતી ત્યારે અમૃતપાલ એક ગુરુદ્વારામાં ગયો હતો અને ગ્રંથીને કપડાં આપવા માટે ફરજ પાડી હતી.ત્યાં તેણે 40-45 મિનીટ લગાવ્યાં. ત્યારબાદ તેણે બાઈક મંગાવી અને ફરાર થઈ ગયો. બાઈકને જપ્ત કરવાની જાણકારી SSP સ્વર્ણદીપસિંહે આપી છે.

અમૃતપાલસિંહ બાઈક સાથે મોટરગાડી પર બેઠેલો નજરે પડે છે.

મંગળવારે પોલીસે લોકોને કરી અપીલ
મંગળવારે પોલીસે એક CCTV ફુટેજ પણ જાહેર કરી હતી. શંકા છે કે અમૃતપાલસિંહ કપડાં બદલી અને ગુલાબી પાઘ પહેરીને બાઈકથી ભાગ્યો છે. પોલીસે ફોટો શેર કરતાં લોકોને અપીલ કરી હતી કે જો આ ભાગેડુ અમૃતપાલ દેખાય તો તરત જ સૂચના આપવામાં આવે.

મંગળવારે પોલીસે આ ફોટો શેર કરી લોકોને અપીલ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

AmritpalSingh new clue waris punjab de ફોટો વારિસ પંજાબ દે Punjab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ