બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV NEWS reality check on the rumor of not getting milk

VTV રિયાલિટી ચેક / 'દૂધ નહીં મળે' અફવાથી દૂર રહો: દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, રાત્રે થઈ હતી પડાપડી

Dhruv

Last Updated: 09:35 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે મોડી રાત્રે 'દૂધ નહીં મળે' એવી અફવા ફેલાવાના કારણે અનેક શહેરોમાં પાર્લર પર દૂધ લેવા પડાપડી થઇ હતી. ત્યારે આ મામલે આજે VTV એ રિયાલિટી ચેક કર્યું છે.

  • VTV NEWSએ કર્યું રિયાલિટી ચેક
  • દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
  • મોડી રાત્રે પાર્લર પર થઈ હતી પડાપડી

માલધારી સમાજ દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં દૂધની ડેરીઓ બહાર દૂધ લેવા લોકોએ પડાપડી કરી હતી. ત્યારે હવે આ મામલે VTV NEWS એ રિયાલિટી ચેક કર્યું છે.

અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ ઉપલબ્ધ

દૂધ નહીં મળેની અફવાના કારણે ગઇકાલે મોડી રાત્રે અમૂલ પાર્લર પર દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. ત્યારે આ મુદ્દાને લઇ VTV NEWSએ રિયાલિટી ચેક કરતા સામે આવ્યું છે કે, અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ મળી રહ્યું છે. દૂધ નહીં મળે તેવી અફવાથી દૂર રહો. મહત્વનું છે કે, માલધારીઓ દૂધ નહીં ભરે તેવી અફવા ફેલાઈ હતી. આથી મોડી રાત્રે દૂધ પાર્લર ઉપર દૂધ લેવા પડાપડી થઈ હતી.

સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં અસામાજિક તત્વોએ કરી હતી તોડફોડ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અમુક શહેરોમાં દૂધ ન મળવાની આશંકાએ દૂધ લેવા માટે પડાપડીની ઘટના ઘટી છે. ત્યારે સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ સુરત જિલ્લામાં 3થી વધુ દૂધના ટેમ્પોમાં તોડફોડ કરી છે. આ સાથે ટેમ્પોમાં રહેલું દૂધ પણ રસ્તામાં ઢોળી દીધું હતું. જેથી સુમુલ ડેરીએ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કર્યું હતું.

બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો: સુમુલ અને ચોર્યાસી ડેરી

સુરતમાં દૂધ વિતરણ બંધ રહેવાની અફવાએ જોર પકડતા ડેરીઓ પરની ગઇકાલે મોડી રાત્રે જામેલી ભારે ભીડના પગલે સુમુલ અને ચોર્યાસી ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે.

શહેરીજનોને દૂધની અછત બાબતે ચિંતા ન કરવા અપીલ

સુમુલ અને ચોર્યાસી ડેરીના તમામ કાઉન્ટરો પર દૂધ મળશે. દરેક સેન્ટરો પરથી પર્યાપ્ત માત્રામાં દૂધ મળી રહેશે. બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો છે. માત્ર માલધારીઓ દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ રહેશે. શહેરીજનોને દૂધની અછત બાબતે ચિંતા ન કરવા અપીલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ