બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / vtv exclusive report on harij apmc chana scam

'ભગવાન' ભરોસે / VTV EXCLUSIVE : હારીજમાં ચણા કૌભાંડ કરનાર મંડળી APMC ચેરમેનની જ નીકળી, ખુલાસા બાદ થયા 'ગાયબ'

ParthB

Last Updated: 12:26 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના હારીજ APMCમાં ખોટા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના કૌભાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જે મંડળીને કામ સોંપાયું હતું તે APMC ચેરમેનના હતી.

  • હારીજ APMCમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો મામલો
  • VTVને હાથ લાગ્યો સનસનીખેજ ખુલાસો
  • જે મંડળી ટેકાના ભાવે ખરીદી કરતી હતી તે ચેરમેનની હતી
  • APMCના ચેરમેને જ નકલી ખેડૂતો ઉભા કર્યા

હારીજ APMCમાં ચણા ખરીદીના કૌભાંડમાં મોટો ખુલાસો

પાટણના હારીજ APMCમાં ખોટા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના કૌભાંડ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જે મંડળીને કામ સોંપાયું હતું તે APMC ચેરમેનના ભગવાન ચૌધરીની હોવાનું બહાર આવ્યું. આ અહેવાલ બાદ હારીજ APMCના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ અંગે સેક્રેટરીને પણ ખ્યાલ નથી. આમ હારીજમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. અહેવાલ પ્રસારીત થયા બાદ હારીજ APMCના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. આમ હારીજ APMCમાં નકલી ખેડૂત બનીને અનેક લોકોએ ટેકાના ભાવે ચણા ખરીદ્યા જેને લઈને હારીજના સાચા ખેડૂતોને હાડોહાડ અન્યાય થયો છે.  

ચણાની ખરીદીમાં કૌભાંડ કેવી રીતે થયું?

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ હતી. ત્યારે પાટણના હારીજ APMCમાં જે ગામમાં ચણાનું વાવેતર ન થયું હોય તેવા 14 ગામોમાં ખેડૂતો નામે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ તે જ ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરી ચણા વેચ્યા હતાં. આ તમામ ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હારીજમાં વર્ષ 2020-21માં ચણાનું કોઈ વાવેતર થયું નથી. ત્યારે હારીજની એક મંડળીએ ખેડૂતોના નામે લાખો રૂપિયાની કરી ચૂકવણી કરવામાં આવી છે.

પાટણના MLAએ ચણાની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ લગાવ્યાં હતાં.  

ઉલ્લેખનયી છે કે,  પાટણના હારિજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે ત્યારે અહીં ખેડૂતોના નામે ખોટી ખરીદી થતી હોવાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતા. કિરીટ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોએ વાવણી ન કરી હોવા છતા ખરીદી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યાં ચણા નથી થતા ત્યાં નકલી ખેડૂતોએ ચણા વેચ્યા છે. ખેડૂતોના મારા પર ફોન આવ્યા હતા કે એક પણ ખેડૂત અહીં ચણાની વાવણી કરતો નથી, ખેડૂતોના નામે ખોટી ખરીદી થાય છે તેવા કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતાં. હારીજના સોખડા અને અડિયા ગામના ખેડૂત બની કૌભાંડ આચર્યું છે. કૃષિ મંત્રીએ પણ વિધાનસભામાં વાત સ્વીકારી તે ઘટના બની છે. 

કૃષિ મંત્રીએ જિલ્લા કલેકટરને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા 

ચણાીન ખરીદીમાં થયેલી ગેરરીતિ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, પાટણના હારીજમાં ચણા ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ મળી છે. તંત્રને સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ગેરરીતિ માલુમ પડશે તો જવાબદારો સામે પગલાં લેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ