બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 04:25 PM, 25 March 2024
હોળીના તહેવારને "રંગોના તહેવાર" તરીકે ઓળખવામાં આવે છે અને આપણા દેશમાં, હોળીનો તહેવાર વિવિધ રાજ્યોમાં વિવિધ શૈલીમાં ઉજવવામાં આવે છે પરંતુ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં હોળી ખૂબ જ વિચિત્ર રીતે રમાય છે.
ADVERTISEMENT
મથુરા-વૃંદાવનની હોળી તો દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લાડુ માર, લઠ્ઠમાર અને ફૂલથી હોળી રમવામાં આવે છે પણ આ સિવાય કાશીની હોળી પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે ત્યાં મસાન હોળી ઉજવાય છે. મસાન એટલે શ્મશાન.. આ હોળી ચિતાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
મહાદેવની આ નગરીમાં ભોલેના ભક્તો માત્ર રંગ અને ગુલાલથી જ નહીં પણ સ્મશાનમાં સળગતી ચિતાઓની રાખથી પણ હોળી રમે છે. બાબા વિશ્વનાથની નગરી કાશીની આ મસાન હોળી ખૂબ જ પ્રખ્યાત છે. માર્નિકર્ણિકા ઘાટ પર આ મસાનની હોળી રમવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે રંગભરી એકાદશી પર ભગવાન શિવે દેવી પાર્વતી અને બીજા દેવી-દેવતાઓ સાથે હોળી રમી હતી, જેના કારણે તેઓ ભૂત-પ્રેત સાથે હોળી રમી શક્યા ન હતા એટલા માટે બીજા દિવસે ભોલેનાથે માર્નિકર્ણિકા ઘાટ પર ભૂત-પ્રેત સાથે હોળી રમી હતી.
કહેવાય છે કે શિવભક્તો મણિકર્ણિકા ઘાટ પર સ્થિત મસાનનાથ મંદિરમાં ભગવાન શિવને ભસ્મ અર્પણ કરે છે અને પછી ડમરુની ગુંજ સાથે પૂજા કરે છે. આ દરમિયાન લોકો રંગોને બદલે રાખથી હોળી રમે છે.ખાસ કરીને આ હોળીમાં અઘોરી અને સંતો ભાગ લે છે અને તેઓ એકબીજા પર ગુલાલની જેમ મસાનની રાખ લગાવે છે. આ હોળી ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. મસાન હોળીને મૃત્યુ પર વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે.
વધુ વાંચો: VIDEO: North Sentinel Islandનું રહસ્ય શું છે? અહીં વસે છે સૌથી ખતરનાક લોકો
સાથે જ આ પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે અને આ દુનિયા રાખ બની જશે. ચિતાની ભસ્મ સાથે હોળી રમીને અઘોરી કહે છે કે આ દુનિયા અને જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહેવું જોઇએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.