બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Voting for Gandhinagar Municipal Corporation election today

ચૂંટણી / ગાંધીનગર મનપા ચૂંટણી માટે મતદાન શરૂ, વહેલી સવારથી મતદારોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

Kiran

Last Updated: 11:37 AM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટનગર ગાંધીનગરમાં મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન, સવાર 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે મતદાન

  • આજે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી
  • સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન 
  • 5 ઓક્ટોબરે આવશે ચૂંટણીના પરિણામ

ગાંધીનગરમાં આજે મનપાની ચૂંટણીમાં સવાર 7 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ છે.  ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વહેલી સવાથી જ નાગરીકો મતદાન કરવા ઉમટી રહ્યા છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા શરૂ રહેનાર છે ત્યારે તેમજ 11 વોર્ડના 44 કોર્પોરેટરોનું ભાવી ઈવીએમમાં કેદ થશે  



 

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન 

મતદાન માટે ગાંધીનગરમાં 11 વોર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથો પર રિઝર્વ સહિત કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવાયા છે. સમગ્ર મતદાનની આજની પ્રક્રિયામાં 5 ચૂંટણી અધિકારી, 1775 પોલીંગ સ્ટાફ કામગીરી કરશે. શનિવાર સવારથી જ ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર પહોંચાડી દેવામાં આવી હતી 

5 ઓક્ટોબરે આવશે ચૂંટણીના પરિણામ

જો વાત કરવામાં આવે જો ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ 2,81,897 મતદારો છે, જેમાં 1,45,130 પુરૂષ અને 1,36,758 સ્ત્રી અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આજે કેટલા મતદારો મતદાન કરે છે તે જોવાનું રહે છે. કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાં અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરાયો હતો. નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થયા છે અને 44 કાઉન્સિલર્સ થશે. 44 કાઉન્સિલરોમાં 22 બેઠકો મહિલાઓ માટે અનામત છે. 5 બેઠકો SC માટે રિઝર્વ રખાઈ છે, જેમાંથી ત્રણ મહિલાઓ માટે છે. ST માટે 1 બેઠક અનામત રખાઈ છે. જ્યારે 4 બેઠકો OBC માટે અનામત છે, જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.


5 ચૂંટણી અધિકારીઓ રાખશે ચાંપતી નજર

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે ત્યારે મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરાયા છે તેમજ 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મતદાન માટે 317 સિયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગમાં લેવાશે જ્યારે 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે તો સુરક્ષા માટે મતદાન મથકો પર 1270 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણી માટેના પરિણામ 5 ઓક્ટોબરના આવશે જ્યારે 5 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીની તમામ પ્રક્રિયા પર 5 ચૂંટણી અધિકારીઓ રાખશે ચાંપતી નજર રાખશે 
 

જિલ્લા પંચાયતની અને નગારપાલિકાની બેઠકો પર પેટા ચૂંટણી 

આ તરફ 7 જિલ્લા પંચાયતની 8 બેઠક પર યોજાશે પેટાચૂંટણી જેમાં અમદાવાદ મનપાની 2 બેઠકો પર પેટાચૂંટણી હાથ ધરાનાર છે આ બેઠકોમાં અમદાવાદના વોર્ડ નં-3, વોર્ડ નં-45ની પેટાચૂંટણી થશે જ્યારે જૂનાગઢ મનપાની વોર્ડ નં-8ની પેટા ચૂંટણી યોજાનાર છે તેમજ બીજી તરફ અલગ-અલગ નગરપાલિકાની 39 બેઠકોની પેટા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે જેમાં તાલુકા પંચાયતોની 47 ખાલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ