બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Voting begins for 68 assembly seats of Himachal Pradesh

Himachal Pradesh Election / 68 વિધાનસભા બેઠક માટે આજે હિમાચલ પ્રદેશમાં મતદાન, PM મોદીએ કરી સૌને મતદાન કરવાની અપીલ

Malay

Last Updated: 09:03 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે મતદાન માટે કુલ 7884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. સાંજના 5:30 વાગ્યા સુધી મતદાન ચાલશે.

 

  • હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ
  • 412 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
  • PM મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. એક તરફ સત્તાધારી પાર્ટી ભાજપ તેના વિકાસના એજન્ડા પર સવાર થઈને ચૂંટણીમાં સફળતાનું પુનરાવર્તન કરવાની આશા રાખી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ મતદારોને નિવર્તમાન સરકારને સત્તામાંથી હટાવવાની ચાર દાયકા જૂની પરંપરાને અનુસરવાનો અનુરોધ કરી રહી છે. આ રાજ્યના 55 લાખથી વધુ મતદારો 68 મતવિસ્તારોમાં 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

મતદારોને મતદાન કરવાની PM મોદીની અપીલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.’

EVMમાં કેદ થશે 412 ઉમેદવારોનું ભાવિ
હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે મતદાન માટે કુલ 7884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હિમાચલના લગભગ 55 લાખથી વધુ મતદારો આજે ​​412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ કરશે. પહાડી રાજ્ય હોવાથી ચૂંટણી પંચે આજના મતદાન માટે જબરદસ્ત તૈયારીઓ કરી છે.

બનાવવામાં આવ્યા છે કુલ 7,884 મતદાન કેન્દ્રો 
મતદાન માટે કુલ 7,884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ પૂરક મતદાન મથકોનો સમાવેશ થાય છે. આમાંથી 789 સંવેદનશીલ અને 397 અતિસંવેદનશીલ મતદાન મથકો છે.

હિમાચલમાં રહ્યો છે દરેક વખતે સત્તા બદલવાનો ઇતિહાસ 
કોંગ્રેસે 2021માં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પુડુચેરી અને આ વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત નવ રાજ્યો હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ માટે હિમાચલ પ્રદેશમાં વિજય એ વડાપ્રધાન મોદીની વધુ એક ઉપલબ્ધિ હશે, જેમણે પાર્ટીના સંદર્ભમાં "સત્તા સમર્થક લહેર"નો નારો આપ્યો છે. હિમાચલ પ્રદેશમાં દરેક વખતે સત્તા બદલવાનો ઇતિહાસ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ