Voter ID-Aadhaar Card Link Govt order not to link Voter ID-Aadhaar very important
તમારા કામનું /
પાન કાર્ડ માટે દોડાદોડી ચાલુ છે ત્યાં વોટર IDને આધારકાર્ડ સાથે લિન્કને લઈને સરકારનો નવો આદેશ, જાણો શું
Team VTV03:46 PM, 22 Mar 23
| Updated: 03:52 PM, 22 Mar 23
જો તમે પણ હજુ સુધી તમારા વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડને એકબીજા સાથે લિંક નથી કરાવ્યા તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. સરકાર દ્વારા મતદાર કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 1 એપ્રિલ, 2023 હતી. જે હવે સરકાર દ્વારા વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી છે.
સરકારે મતદાર કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી લંબાવી
મતદાર કાર્ડ અને આધારને લિંક તારીખ 31 માર્ચ 2024 સુધી વધારાઈ
પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2023 હતી
જો તમે હજી સુધી તમારા મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડને એકબીજા સાથે લિંક કર્યા નથી તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. સરકાર દ્વારા મતદાર કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 1 એપ્રિલ, 2023 હતી. જે હવે સરકાર દ્વારા વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને લિન્ક કરવાનું કામ મરજિયાત છે, ફરજિયાત નથી.
ચૂંટણી પંચ દ્વારા વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ
કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટેની અરજીઓ નકારવામાં આવશે નહીં. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ મતદાર આધાર નંબર બતાવવામાં નિષ્ફળ જશે તો મતદાર યાદીમાંથી એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ માહિતી સરળ હોવી જોઈએ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે મતદાર યાદીમાં દાખલ કરાયેલું નામ સાચું છે કે નહીં. આ ઉપરાંત એ પણ જાણી શકાશે કે કોઈ વ્યક્તિ એક કરતા વધુ વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ છે કે નહીં.
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2021માં લોકસભામાં ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર થયું હતું. જેમાં મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર લિંક કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તમે ઘરે બેસીને પણ તમારા મતદાર ID ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.
આ રીતે ઓનલાઇન લિંક કરો
મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌ પ્રથમ https://nvsp.in/ વેબસાઈટની મુલાકાત લો
ત્યારબાદ લોગ ઈન પર ક્લિક કરો. તમને રજિસ્ટર એઝ ન્યુ યુઝરનું ઓપ્શન મળશે.તેના પર ક્લિક કરો.
આ પછી તમને મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારા મોબાઈલ પર OTP આવશે. આ દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે.
અહીં તમારે માંગેલી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. તેને સબમિટ કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
સંપૂર્ણ માહિતી સબમિટ કર્યા પછી, એક સ્વચાલિત સ્વીકૃતિ નંબર જનરેટ થશે.
તમારી મતદાર ID આધાર સાથે લિંક છે કે નહીં તે તપાસવા માટે તમે સ્વીકૃતિ નંબરનો ઉપયોગ કરી શકો છો.