બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri answered back to sharad pawar on the kashmir files

ધ કશ્મીર ફાઈલ્સ / આ હિપોક્રસી છતાં પણ...-શરદ પવારનાં વિવાદિત નિવેદન પર વિવેક અગ્નિહોત્રીનો જડબાતોડ જવાબ

Khevna

Last Updated: 12:18 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પવારનાં ધ કશ્મીર ફાઈલ્સનાં નિવેદન પર હવે વિવેક અગ્નિહોત્રીએ વળતો જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે થોડા દિવસો પહેલા શરદ પવારે મને અભિનંદન પાઠવ્યા હતા.

  • આવી ફિલ્મને મંજૂરી ન મળવી જોઈએ - શરદ પવાર 
  • થોડા દિવસો પહેલા શરદ પવારે મને અભિનંદન આપ્યા હતા - વિવેક અગ્નિહોત્રી 
  • ટ્વીટ થયું વાયરલ 

NCP દિલ્લીનાં અલ્પસંખ્યક વિભાગનાં એક કાર્યક્રમમાં પવારે કહ્યું હતું કે આવી ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ. જે લોકો દેશને એકજૂટ રાખવા માટે જવાબદાર છે, તેઓ લોકોને આ ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, જે લોકોમાં ગુસ્સો ભડકાવે છે.

આ પ્રકારની ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ - પવાર 

તેમણે આગળ કહ્યું હતું કે કશ્મીરી પંડિતોએ કશ્મીરથી ભાગવું પડ્યું હતું, પરંતુ મુસ્લિમોને પણ આ જ પ્રકારે નિશાનો બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં આતંકી સમૂહ કશ્મીરી પંડિતો અને મુસ્લિમો પર હુમલા માટે જવાબદાર હતા. 

તેઓ કહે છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર હકીકતે કશ્મીરી પંડિતોની ચિંતા કરે છે, તો તેમણે તેમના પુનરોત્થાન માટે પ્રયત્નો કરવા જોઈએ, અલ્પસંખ્યકો વચ્ચે ગુસ્સો ન ફેલાવવો જોઈએ. પવારે આ દરમિયાન કશ્મીર મુદ્દામાં જવાહર લાલ નહેરુનું નામ વચ્ચે લાવવાને લઈને પણ ભાજપા પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા. 

કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા

તેમણે કહ્યું હતું કે વીપી સિંહ સરકારને ભાજપનું સમર્થન હતું. મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી હતા અને જગમોહન જમ્મૂ અને કશ્મીરનાં રાજ્યપાલ હતા. ત્યાર બાદ તેઓ ભાજપ ઉમેદવાર તરીકે દિલ્લીથી લોકસભા ચુનાવ લડ્યા. રાકંપા સુપ્રીમોએ કહ્યું કે સમકાલીન મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાહે જગમોહન સાથે મનમોટાવને કારણે રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલે ઘાટીથી કશ્મીરી પંડિતોને જવામાં મદદ કરી હતી. 

વિવેક અગ્નિહોત્રીનો જવાબ 

વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપતા ટ્વીટ કર્યું હતું કે હું શરદ પવાર જી અને તેમના આદરણીય પત્નીને હજુ થોડા દિવસ પહેલા એક ફ્લાઈટમાં મળ્યો હતો, તેમને પગે લાગીને મેં આશીર્વાદ પણ લીધા અને તેમણે મને અને પલ્લવી જોશીને ફિલ્મ માટે અભિનંદન પણ આપ્યા હતા. મીડિયા સામે ખબર નહી, તેમને શું થઇ ગયું. આ હિપોક્રસી છતાં પણ, હું તેમનું સમ્માન કરું છુ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ