બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli opens up about south africa tournament

BIG BREAKING / હું કેપ્ટનશીપ કરવા માંગતો હતો, સિલેક્ટર્સે પોતાનું ફરમાન સંભળાવી દીધું: વિરાટ કોહલીએ કર્યો સૌથી મોટો ખુલાસો

Kinjari

Last Updated: 01:29 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ સારી પરિસ્થિતિ નથી તેવું લાગી રહ્યું છે. વિવાદો વચ્ચે વિરાટે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને સવાલોના જવાબ આપ્યા છે.

  • વિરાટ કોહલીએ કરી પ્રેસ કોન્ફરન્સ
  • અફવાઓને સાવ ખોટી ગણાવી
  • સાઉથ આફ્રીકામાંં વન ડે રમવા માટે તૈયાર

અફવાઓ ખોટી
કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રીકામાં તે વન ડે રમવા માટે તૈયાર છે. મારા વિશે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે તે ખોટા છે. મારી સાથે સિલેક્ટર્સની કોઇ વાત થઇ નથી. 

અચાનક ખબર પડી કે હું કેપ્ટન..
વિરાટે કહ્યું કે, તે વન ડેની કપ્તાની કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે તેને અચાનક કહી દીધું કે તે હવેથી કપ્તાન નથી. જે બાદ મારી સિલેક્ટર્સ સાથે કોઇ વાત થઇ નથી. જ્યારે મે ટી20ની કપ્તાની છોડી ત્યારે તેમને કહ્યું હતુ કે હું વન ડે અને ટેસ્ટમાં કપ્તાની કરવા ઇચ્છુક છુ પરંતુ જે નિર્ણય આવ્યો તે તમારી સામે છે. 

અનુરાગ ઠાકુરે શું કહ્યું? 
અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલથી મોટું કઇ નથી, તે જ સર્વોત્તમ છે. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની જાણકારી હું ન આપી શકું. આ તેનાથી સંબંધિત અસોશિયેશન કે સંસ્થાની જવાબદારી છે. અનુરાગ ઠાકુર પોતે BCCIના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 

વિરાટને હટાવવામાં આવ્યો
તમને જણાવી દઇએ કે જ્યારથી વિરાટને વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો છે ત્યારથી અલગ અલગ નિવેદન સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર થઇ અને તેણે કપ્તાની છોડી દીધી હતી પરંતુ તેનું એલાન કોહલી પહેલા જ કરી ચૂક્યો હતો. 

10 વર્ષમાં 20000 રન:

વિરાટ કોહલીએ ક્રિકેટના 3 ફોર્મેટમાં મળીને 20502 રન કર્યા, જેમાં 20018 રન તેણે હાલના દાયકામાં કર્યા. બેટિંગના બાદશાહ વિરાટે ટેસ્ટ અને T-20 ઇન્ટરનેશનલ 2010માં ડેબ્યૂ કર્યુ, જ્યારે વનડે ક્રિકેટમાં 2008માં ડેબ્યૂ કર્યુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ