રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘુસી આવેલા ફેનને પોલીસ ખભ્ભા પર ટાંગીને બહાર લઇ ગઈ. જુઓ વીડિયો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ
વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘુસી આવ્યો ફેન
પોલીસ ખભ્ભા પર ટાંગીને બહાર લઇ ગઈ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમવામાં આવેલ IPL 2022નાં એલિમીનેટર મુકાબલામાં એક જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. આ મેચમાં એક શખ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં કૂદી પડ્યો.
When the intruder towards Virat Kohli at Eden Gardens - VK couldn't control his laugh seeing policeman's reaction 😂 pic.twitter.com/Ctvw8fU4uy
વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં કુદ્યો શખ્સ
મેદાનમાં આવ્યા બાદ આ પાગલ ફેનને પોલીસ ખભ્ભા પર ટાંગીને લઇ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બન્યું એમ કે લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ દરમિયાન વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો.
પોલીસ ખભ્ભા પર ટાંગીને બહાર લઇ ગઈ
વિરાટ કોહલીને મળવા આવેલ આ ફેન મેદાનમાં ઘુસી ચઢ્યો હતો. ફેન વિરાટ કોહલી તરફ દોડીને આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે તે શખ્સને પકડી લીધો. આ પ્રકારે મેદાનમાં ઘૂસવાને કારણે પોલીસ તેને ખભ્ભા પર ટાંગીને બહાર લઇ ગઈ.