Virat Kohli Congratulates Hardik Pandya On Engagement With Natasa Stankovic
રિએક્શન /
હાર્દિકે નતાશાને ક્રૂઝ પર કરી કિસ, બંનેની અચાનક સગાઈ પર વિરાટ કોહલીએ કહ્યું....
Team VTV03:16 PM, 02 Jan 20
| Updated: 03:17 PM, 02 Jan 20
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે ગઈ કાલે સગાઈ કરી. તેણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી અને સાથે જ આ બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાંથી એક તસવીરમાં હાર્દિક અને નતાશા એકબીજાને કિસ કરતાં જોવા મળી રહ્યાં છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર્દિક પંડ્યાને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું, ''વ્હોટ અ સરપ્રાઇઝ... બંનેને શુભેચ્છાઓ.'' વિરાટ ઉપરાંત કુલદીપ યાદવે પણ હાર્દિકની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેને શુભેચ્છા પાઠવી.
A post shared by virat kohli (@virat_kohil.club) on
ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ કર્યું હતું, જેનો નતાશાએ કિસ કરીને સ્વીકાર કર્યો હતો.નતાશાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં હાર્દિક પંડ્યા ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરી રહ્યો છે.