બ્રેકિંગ ન્યુઝ
VTV / violation traffic rules one unit blood donated drive after drinking alcohol punjab police new rule
MayurN
Last Updated: 04:36 PM, 17 July 2022
ADVERTISEMENT
પંજાબ સરકાર દારૂ પીને વાહન ચાલકો અને ટ્રાફિક નિયમ તોડનારાઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. તેમજ નજીકની હોસ્પિટલમાં સામુહિક સેવા કરવાની રહેશે અથવા તો એક યુનિટ રકતદાન કરવાનું રહેશે. સાથે જ ટ્રાફિક નિયમ તોડવાથી માત્ર દંડ જ નહીં ભરવો પડે, પરંતુ જો ભૂલનું પુનરાવર્તન થશે તો દંડ પણ બમણો કરવામાં આવશે.
ટ્રાફિકને લઈને નવું જાહેરનામું
વાસ્તવમાં પંજાબની માન સરકારે રાજ્યમાં ટ્રાફિકના નિયમોને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે. આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઇ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તેને રિફ્રેશર કોર્સમાંથી પસાર થવું પડશે. આ બાદ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પાસેથી સર્ટિફિકેટ પણ લેવું પડશે. એટલું જ નહીં, ઓછામાં ઓછા 20 સ્કૂલના વિદ્યાર્થીઓએ બે કલાક ટ્રાફિકના નિયમો શીખવવા પડશે.
ADVERTISEMENT
ઉલ્લંઘન હવે ભારે પડશે
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સામાન્ય સજા તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે સ્થગિત કરવામાં આવશે. જેમાં ઓવરસ્પીડિંગ, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ, નશામાં ડ્રાઇવિંગ, ટ્રિપલ રાઇડિંગ અને જમ્પિંગ રેડ લાઇટનો સમાવેશ થાય છે.
કેટલો છે દંડ?
પંજાબમાં હવે ઓવરસ્પીડિંગ પર પહેલા 1000 રુપિયાનો દંડ લાગશે. જો કોઈ વારંવાર આ નિયમનો ભંગ કરતું જણાશે તો દંડ બમણો કરવામાં આવશે. સાથે જ નશામાં ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર 5000 રૂપિયાનો દંડ થશે. જો બીજી વખત આ નિયમનો ભંગ કરવામાં આવશે તો દંડની રકમ બમણી કરવામાં આવશે. ઓવરલોડ વાહનોને પ્રથમ વખત 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત તમારે બમણો દંડ ભરવો પડશે.
પંજાબમાં ટ્રાફિકની હાલત
પંજાબમાં ટ્રાફિક નિયમ ભંગ સામાન્ય વાત છે, જ્યાં દરરોજ માર્ગ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થાય છે. વર્ષ 2011-2020 દરમિયાન 56,959 દુર્ઘટના થઇ હતી જેમાં 46,550 લોકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.