બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Vijay Deverakonda wear 199 rs sleeper and t shirt to come Liger movie promotion

મનોરંજન / 199 રૂપિયાના ચપ્પલ અને સામાન્ય ટીશર્ટ પહેરીને આ હીરો આવ્યો ફિલ્મના પ્રમોશન માટે

MayurN

Last Updated: 04:15 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય દેવેરાકોન્ડા અને અનન્યા પાંડે આજકાલ ફિલ્મ 'લાઈગર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ લોકોનું ધ્યાન આજકાલ વિજયના ચપ્પલ પર પડ્યું છે.

  • લાઈગરના પ્રમોશનમાં અનન્યા અને વિજય વ્યસ્ત 
  • વિજયના ચપ્પલે લોકોનું ધ્યાન દોર્યું 
  • માત્ર 199 રૂપિયાના ચપ્પલ પહેરીને કર્યું પ્રમોશન 

વિજય દેવેરાકોન્ડા અને અનન્યા પાંડે આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'લાઈગર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બંને સતત એક સ્થળેથી બીજા સ્થળે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મથી વિજય બોલીવૂડમાં કારકિર્દી શરૃ કરવા જઇ રહ્યો છે. પરંતુ શું તમે એક વાત નોટીસ કરી છે કે, વિજય પ્રમોશનમાં હમેશા ચંપલમાં જોવા મળે છે અને આ ચંપલની કિંમત તો હજારોમાં નથી. વિજય દેવેરાકોન્ડા માત્ર 199 રૂપિયાના ચપ્પલ પહેરીને પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે.

 

વિજયના ખાસ ચપ્પલ
વિજય દેવેરાકોન્ડા અને અનન્યા પાંડેની 'લાઈગર' આ મહિને 25 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે. વિજય અને અનન્યા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આ પ્રમોશનમાં વિજય દેવેરાકોંડાના ચંપલ ચર્ચામાં આવ્યા છે. જ્યારે તે પહેલી વાર એક ઇવેન્ટમાં ચંપલ પહેરેલો જોવા મળ્યો હતો, ત્યારે રણવીર સિંહનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું અને ત્યારથી દરેકનું ધ્યાન તેના 199 રૂપિયાના ચંપલ પર ગયું છે. વિજય હવે દરેક ઇવેન્ટમાં એક જ ચંપલ પહેરેલો જોવા મળે છે. હવે તેની પાછળનું કારણ બહાર આવ્યું છે.

 

વિજયનો નુસ્ખો
વિજય દેવેરાકોંડા પોતાના પ્રમોશનમાં મોટાભાગે ટી-શર્ટ, ચંપલ અને નોર્મલ પેન્ટ કે જોગર્સમાં જોવા મળે છે. અનન્યા એકદમ હોટ લાગી રહી છે તો વિજય રિલેક્સ લુકમાં જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ વિજયની સ્ટાઈલિશ હરમન કૌરે જણાવ્યું હતું કે વિજય આ કામ ઈરાદાપૂર્વક એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે પોતાના લુકને ફિલ્મના પાત્રની જેમ જ પ્રમોશનમાં રાખવા માગે છે. હરમને કહ્યું કે વિજયે પ્રમોશનલ લુક માટે આ ચંપલનો ખાસ ઓર્ડર આપ્યો છે.

 

વિજયનો ફેનબેસ વધી રહ્યો છે 
વિજય દેવરાકોંડા માટે ચાહકોનો બેસ સતત વધી રહ્યો છે. કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં આવ્યા બાદ લોકો વિજય વિશે જાણવા માટે વધુ ઉત્સુક બન્યા છે. સારા અલી ખાન અને જાન્હવી કપૂરે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને વિજય પર ક્રશ છે. એટલું જ નહીં અનન્યા પાંડેએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે તે વિજયને લાઈન મારતી હતી, પરંતુ તેણે કોઈ રીએક્શન ન આપ્યા, જણાવી દઈએ કે વિજય દેવેરાકોંડાની કથીત ગર્લફ્રેન્ડ રશ્મિકા પણ જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જોકે, કરણ જોહરે વિજય અને રશ્મિકા વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે તે અંગે અભિનેતાને સવાલો પણ પૂછ્યા છે. આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું, "મેં શરૂઆતમાં તેની સાથે બે ફિલ્મો કરી હતી. અમે ફિલ્મો દ્વારા ઘણું શેર કરતા હોઈએ છીએ. રશ્મિકા ક્યૂટ છે. હું તેને પ્રેમ કરું છું. હકીકતમાં તે એક સારી મિત્ર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ