VIDEO: This MLA of Gujarat blew up, people were mesmerized after hearing the bhajan
સત્સંગ /
VIDEO: ગુજરાતનાં આ ધારાસભ્યએ તો ધૂણી ધખાવી, ભજન સાંભળીને લોકો થઈ ગયા મંત્રમુગ્ધ
Team VTV04:49 PM, 03 Jan 23
| Updated: 04:49 PM, 03 Jan 23
કાલોલ વિધાનસભાના ધારાસભ્ય અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ધારાસભ્ય લોકો સાથે સત્સંગ કરતા વીડિયોમાં જોઈ શકાય છે.
કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો અનોખો અંદાજ
ધારાસભ્ય સત્સંગ કરતા જોવા મળ્યા
ફતેસિંહ ચૌહાણને છે ભજન ગાવાનો શોખ
અવાર નવાર ધારાસભ્યોનાં નાચતા-કૂદતા, ભજન ગાતા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ધારાસભ્ય લોકો સાથે સત્સંગ કરતા વીડિયોમાં જોઈ શકાય છે. ત્યારે ધારાસભ્યને ભજન ગાવાનો શોખ છે. તેમણે તેમના સુરીલા અંદાજમાં ભજનની ધુણી ધખાવી હતી.
ધારાસભ્ય દ્વારા લોકોને ભજનનો મહિમા પણ સમજાવ્યો
કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો અનોખો અંદાજ હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ધારાસભ્યને ભજન ગાવાનો શોખ હોઈ તેઓ લોકો સાથે સત્સંગ કરતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય તેઓનાં સુરિલા અંદાજમાં ભજનની ધુણી ધખાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ધારાસભ્ય દ્વારા લોકોને ભજનનો મહિમા પણ સમજાવ્યો હતો.
ભજનિક છબીને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે
ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં લોકો સાથે ભજનની ધુણી ધખાવી હતી. તેમજ ફતેસિંહ ચૌહાણ ખૂબ જ ગ્રાઉન્ડ લેવલના નેતા અને પોતાની ભજનિક છબીને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ફતેસિહ ધારાસભ્ય બન્યા બાદ સતત પોતાના વિસ્તારમાં તમામ ભજન સત્સંગના કાર્યક્રમમાં હાજરી આપે છે. દરરોજ રાત્રે ફતેસિંગ કોઈને કોઈ ભજન કે પાઠના કાર્યક્રમમાં જોવા મળે છે.