બ્રેકિંગ ન્યુઝ
VTV / VIDEO: Sparks hit IAS T's left face while bursting firecrackers
Dhruv
Last Updated: 02:34 PM, 25 October 2022
ADVERTISEMENT
સોમવારે સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેસલમેર કલેક્ટર ટીના ડાબી પણ આતીશબાજી કરતા જોવા મળ્યા હતા. ત્યારે આતિશબાજી દરમ્યાન ટીના ડાબી ઈજાગ્રસ્ત થતા રહી ગયા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ટીના ડાબી ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે અન્ય લોકો પણ તેઓની સાથે ઉભેલા હતા. ત્યાર બાદ અચાનક ટીના ડાબી પોતાના હાથમાં ફટાકડા ફોડી રહી હતી. ત્યારે અચાનક તેનાં તણખા ટીના ડાભીના મોં પર ઉડવા પામ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટીના ડાભી તણખાથી પોતાને બચાવવાની કોશિષ કરી રહ્યા છે.
कलेक्टर टीना डाबी के साथ भी बड़ा हादसा हो सकता था, अपना और अपनो का ख़याल रखे#diwali pic.twitter.com/NwF74vd14F
— Ayushi Shekhawat (@ShekhawatAyushi) October 25, 2022
ADVERTISEMENT
આની પહેલા ટીના ડાબી જેસલમેરના શહીદ પૂનમચંદ સ્ટેડિયમમાં દીપ પ્રગટાવતી વખતે આતિશબાજી કરતા જોવા મળ્યા હતા. શહીદ પૂનમસિંહ સ્ટેડીયમમાં સોમવારે સાંજે દિવાળીનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકકલાકારોએ લોકગીતો ગાઈને લોકોનું દિલ જીતી લીધું હતું. કાર્યક્રમમાં સોનાર દુર્ગની પ્રતિમા પાસે શાનદાર રંગીન આતીશબાજી કરવામાં આવી હતી. ત્યારે બધાએ પોતાના હાથથી દીવડાઓ પ્રગટાવી રંગીન આતીશબાજુ કરીને બધાનું દિલ જીતી લીધું હતું.
જમ્મુ કાશ્મીરની ટોપર ટીના ડાબીએ થોડાક મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા છે. તેમના પૂર્વ પતિ આમિરખાને પણ લગ્ન કરી દીધા છે અને તે કાશ્મીરના રહેવાસી ર્ડા. મહરીન કાજીના પતિ છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડીયામાં બંનેની સગાઈના સમાચાર આવ્યા હતા ત્યારથી આ નવયુગલ જોડી ચર્ચાના વિષય બની હતી અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે.
IAS ટોપર ટીના ડાબી વર્ષ 2015 માં UPSC ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલ તેઓ જેસલમેરના 65 માં જીલ્લા કલેક્ટરના હોદ્દા પર નિયુક્ત છે. કલેક્ટર બન્યા પહેલા ઘણા મહત્વના હોદ્દાઓ પર ટીના ડાબી ફરજ બજાવી ચૂકેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.