બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video: Rahul Gandhi gets angry, pushes fan trying to take selfie with him

વાયરલ / VIDEO : ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી આ શું કરી બેઠા? ભાજપે શેર કર્યો ચોંકાવનારો વીડિયો

Last Updated: 03:12 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં પ્રવેશેલી ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ કાર્યકરને સેલ્ફી લેતો અટકાવવા તેનો હાથ જોરથી ખેંચ્યો હતો.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશી 
મંચ પર એક કાર્યકર રાહુલ સાથે લેવા લાગ્યો સેલ્ફી
રાહુલ જોરથી હાથ ખેંચીને સેલ્ફી લેતો અટકાવ્યો
ભાજપ નેતાએ ઘટનાનો વીડિયો કર્યો શેર 

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં પ્રવેશી છે. રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર ભારત જોડો યાત્રાની સવારે નુહમાં ધ્વજાંજલિ આપવામાં આવી હતી, ત્યારબાદ તે આગળ વધી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલા એક કાર્યકરના હાથમાંથી રાહુલ ગાંધી મોબાઈલ ઝૂંટવતા જોવા મળ્યાં હતા. 

મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ
આ વીડિયોમાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો સાથે એક મંચ પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીની બાજુમાં ઉભેલો એક સમર્થક પોતાના મોબાઈલથી કોંગ્રેસ સાંસદ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે રાહુલે જોરથી ઝટકો મારીને તેમનો હાથ ખેંચીને નીચે મૂકી દીધો હતો. રાહુલ ગાંધી સેલ્ફી લેવામાં ઈચ્છુક ન હોવાનું પણ જણાયું હતું. નેતાઓ તો ફોટા પડાવવામાં ઊંચા નથી આવતા ત્યારે સેલ્ફી ન લેવા દેવાનો રાહુલના પ્રયાસની સોશિયલ મીડિયામાં વાહવાહી થવા લાગી હતી. રાહુલ સાથે સેલ્ફી લેવા ન મળી તે જોઈને સમર્થક ત્યાંથી મોબાઈલ લઈને મંચ પરથી નીચે ઉતરી ગયો હતો. 

ભાજપે શેર કર્યો વીડિયો 
દિલ્હી ભાજપના પ્રવક્તા અજય સેહરાવતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, "શું થઈ રહ્યું છે ભાઈ?

નેતા અને લોકો વચ્ચેની ખાઈ મીટાવવી છે- રાહુલ 
હરિયાણાના નુહમાં યાત્રાનું સ્વાગત કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આજના સમયમાં રાજનેતાઓ અને જનતા વચ્ચે અંતર છે. અમે આ યાત્રા દ્વારા આ અંતરને દૂર કરવાનું કામ કર્યું. અમે લાંબા ભાષણો આપતા નથી પરંતુ જનતાને મળીએ છીએ અને તેમની સાથે વાતચીત કરીએ છીએ. આ યાત્રા માત્ર કોંગ્રેસની યાત્રા નથી, દેશના યુવાનો, બેરોજગારો, મજૂરો અને ખેડૂતોની યાત્રા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra rahul gandhi rahul gandhi video ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી Bharat jodo yatra
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ