બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / VIDEO: Public attack on Domino's Girl by Pinky Gang, hit with sticks, people watching

વાયરલ / VIDEO: પિંકી ગેંગ દ્વારા ડોમિનોઝ ગર્લ પર સરાજાહેર હુમલો, લાકડીઓ વડે ફટકારી, લોકો બાજુમાં ઊભા જોતાં રહ્યા

Priyakant

Last Updated: 10:55 AM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમિનોસમાં કામ કરતી યુવતીને 4 છોકરીઓએ મારપીટ કરી તેના વાળ ખેંચીને જમીન પર પાડી દીધી અને લાકડી વડે માર માર્યો હતો

  • ડોમિનોઝ ગર્લ પર સરાજાહેર હુમલાનો વિડીયો વાયરલ 
  • યુવતીને વાત કરવા બોલાવી લાકડીઓ વડે ફટકારી
  • વિડીયો વાયરલ થાય બાદ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી 

ઈન્દોરમાં મહિલાગેંગે જાહેરમાં એક યુવતીને રસ્તા પર ઢોર માર માર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપી યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સાથે આ ચારેય આરોપી યુવતીઓની શોધખોળ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર યુવતી ડોમિનોસમાં કામ કરતી હોવાનું ખૂલ્યું છે. 

દ્વારકાપુરી વિસ્તારમાં મહિલાને માર મરાયો 

મધ્યપ્રદેશના ઈન્દોરના દ્વારકાપુરી વિસ્તારમાં લેડી ગેંગની ગુંડાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોમિનોસમાં કામ કરતી યુવતીને 4 છોકરીઓએ મારપીટ કરી હતી. તેના વાળ ખેંચીને જમીન પર પાડી દીધી અને લાકડી વડે માર માર્યો. લાત અને પંચ પણ. ત્યાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. 

 

શું કહ્યું ભોગ બનનાર યુવતીએ ? 

ઈન્દોરના દ્વારકાપુરીમાં બનેલી ઘટનાને લઈ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ વિગતો મુજબ પીડિત યુવતીનું નામ નંદિની યાદવ છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, તે ફૂડ કંપની ડોમિનોઝમાં કામ કરે છે. તે કામ માટે જઈ રહી હતી, ત્યારે પિંકી નામની યુવતીએ ત્રણ મિત્રો સાથે મળીને રસ્તો રોક્યો હતો. ત્રણેય જણાએ તેને કોઈ વાત કરવાના બહાને નજીકમાં બોલાવી હતી. જે બાદમાં તેને થપ્પડ મારી, લાતો અને લાકડીઓ વડે જોરથી માર માર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, હુમલાને કારણે તે ત્યાં રસ્તા પર પડી ગઈ હતી. તે લાંબા સમય સુધી મદદ માટે પૂછતી રહી, પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. ત્યાંના એક ઘરમાં જઈને તેણે પોતાનો જીવ બચાવ્યો.

 

વિડીયો વાયરલ થાય પોલીસે ફરિયાદ દાખલ કરી 

દ્વારકાપુરી વિસ્તારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ચારેય યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરીઓની ગેંગની લીડર પિંકી વિસ્તારમાં બદમાશો સાથે ફરે છે. તે દરરોજ લોકોને મારતી રહે છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ ચારેયની શોધ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ