બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Video of young woman committing suicide in Vadodara rape case goes viral

BIG NEWS / વડોદરાની દુષ્કર્મ પીડિતાનો આત્મહત્યા બાદનો વીડિયો વાયરલ, મૃતદેહની સ્થિતિને જોતાં ઉઠી રહ્યા છે ગંભીર સવાલ

Ronak

Last Updated: 12:47 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાનો આત્મહત્યા બાદનો વીડિયો વાયરલ થયો છે. જેમા ટ્રેનના કોચમાં તેણે ફાંસો ખાધેલો છે. પરંતુ તેના પગ નીચે જમીનને અડી રહ્યા છે. જેથી આ સમગ્ર મામલે ગંભીર સવાલો ઉઠ્યા છે.

  • વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વીડિયો વાયરલ 
  • પીડિતાનો ટ્રેનના કોચમાં આપઘાત કરેલો વીડિયો વાયરલ 
  • ફાંસો ખાધેલો હોવા છતા પીડિતાના પગ નીચે જમીનને અડેલા 
  • વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે હત્યાની આશંકા સેવાઈ 

વડોદરામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાના કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે આ કેસ હવે વધું ગૂંચવાઈ રહ્યો છે. હાલ એસ વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો ટ્રેનના કોચનો છે જે કોચમાં યુવતીએ આત્મહત્યા કરી હતી. જોકે હવે આ વીડિયો સામે આવ્યા બાદ ઘણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. 

ફાંસો ખાધો પણ પગ નીચે અડેલા 

વીડિયોમા પીડિતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી રહી છે. પરંતુ તેના પગ તો નીચેની તરફ અડેલા છે. જેથી અહીયા એ સવાલ ઉઠી રહ્યો છે. કે જો યુવતીએ આત્મહત્યા કરી હોય તો તેના પગ નીચે કેમ અડી રહ્યા છે. જેથી હવે આ કેસમાં એ સવાલો ઉઠી રહ્યા છે કે પીડિતાએ ખરેખરમાં ફાસો ખાધો પણ છે કે તેની હત્યા કરીને મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો છે. 

કર્ણાટકથી ઈમરાન નામના આરોપીની અટકાયત 

ગઈકાલે પોલીસ આ કેસમાં હવે કર્ણાટકથી ઈમરાન નામના શખ્સની અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે અગાઉ પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે યુવતીએ ઈમરાન નામના યુવક સાથે ફોવ પર વાત કરી હતી. 

36 સેકેન્ડ સુધી ઈમરાન નામના યુવક સાથે વાત થઈ હતી 

મૃત્યુ પહેલા યુવતીએ ઈમરાન સાથે મોબાઈલ પર અંદાજે 36 સેકેન્ડ સુધી વાત કરી હતી. જેથી પોલીસે આ મામલે જે શખ્સની અટકાયત કરી છે. તેની પૂછપરછ આરંભી છે. સાથેજ આ કેસમાં હવે ઈમરાનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

સંસ્થાના ટ્રસ્ટીઓની તસ્વીર સામે આવી 

તે સીવાય આ કેસમાં હવે ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટીઓની તસ્વીર સામે આવી આવી છે. જેમા સંજીવ શાહ ઓએસીસના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે. યુવતી સાથે દુષ્કર્મ કેસમાં ઓએસીસ સંસ્થા સામે ઘણા સવાલો ઉઠ્યા હતા. જેમા યુવતીના પરિવારજનોએ સંસ્થા પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા. 

સિક્યુરિટી ગાર્ડે સાયકલ સંતાડી હતી

આ કેસમાં પોલીસને વધુ એક કડી મળી છે. પીડિતાની સાઈકલ શોધવામાં રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી યુવતીની સાઈકલ મળી આવી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડ M.D સિક્યુરિટીમાં કામ કરે છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને રેલવે LCB પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે. સાયકલ પુનિતનગર નજીક પ્રાઇવેટ કવાટર્સમાંથી મળી છે. મહેશ રાઠવાએ સાઇકલ બંધ મકાનમાં રાખી હતી. મકાન 10 વર્ષથી બંધ હતું. સાઈકલ ઝાડીઓમાં સંતાડી હતી. સાઇકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇઃ રેલવે SP

રેલવે SP પરિક્ષીતા રાઠોડે કહ્યું હતું કે, 20 દિવસથી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ તપાસ કરી છે. જોકે આરોપીઓ અંગે હજી કોઇ ભાળ મળી નથી. યુવતીની સાઈકલ ક્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે. 

ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ

ઓએસીસ સંસ્થા મામલે તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરાતા નિર્ણય લેવાયો છે. સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ તે અંગે તપાસ બાદ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને તપાસ સોંપી છે. સંસ્થાએ યુવતી સાથે થયેલી ઘટના પર કેમ ઢાંક પીછોડો કર્યો તે એન્ગલથી પણ તપાસ થશે.

પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા

ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. સામુહિક દુષ્કર્મ મામલે હવે પોલીસે પ્રજાનો સહયોગ માંગ્યો છે. ગુનેગારો અંગેની માહિતી આપવા પોલીસના નંબરો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0265 2415111/100 જાહેર. DCB પોલીસ સ્ટેશનનો 0265 2513635 નંબરથી સંપર્ક કરી શકાશે. PI આર.એ જાડેજાના 9825750363 નંબર પર માહિતી આપી શકાશે. PI વી.આર ખેરના 9909267090 નંબર પર સંપર્ક કરી શકાશે. PI વી.બી આલના મોબાઈલ નંબર 8980037926 પર સંપર્ક કરી શકાશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત કુલ 400 પોલીસ કર્મીઓ તપાસ કરશે. ગુનેગારોની માહિતી આપનારની વિગતો પોલીસ ગુપ્ત રખાશે.

સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના 

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 6 સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITના સભ્યો દ્વારા ઘટનાસ્થળે જઈને પણ તપાસ કરવામાં આવી હતી.

યુવતીની આત્મહત્યાનો મામલો શું છે?

  • નવસારીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ થતા યુવતીએ આપઘાત કર્યો
  • યુવતી વડોદરામાં અભ્યાસ અને OASIS સંસ્થામાં ફેલોશિપ કરતી હતી
  • 2 નવેમ્બરે ઘરે જતી હતી ત્યારે વડોદરામાં તેનું અપહરણ થયું
  • વડોદરાના બે રિક્ષાચાલકોએ યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કર્યો
  • દુષ્કર્મની ઘટના એક બસ ડ્રાઇવરના ધ્યાને આવતા ડ્રાઇવરે મદદ કરી હતી
  • 4 નવેમ્બરે યુવતીનો વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો
  • મૃતદેહ સાથે રેલવે પોલીસને એક ડાયરી મળી આવી હતી
  • આ ડાયરીમાં યુવતીએ પોતાના પર ગેંગરેપની ઘટનાની નોંધ કરી હતી
  • ડાયરીમાં યુવતીએ પોતાને વડોદરા બસ ડ્રાઇવરે બચાવ્યાની પણ નોંધ કરી હતી
  • 14 નવેમ્બરે પોલીસને સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યા
  • પીડિત યુવતીએ ઘટના પહેલા ચાંદોદની મુલાકાત લીધી હતી
  • પીડિતા એકાદ વર્ષ અગાઉ સંસ્થાની ચાંદોદ શાખામાં પણ કામ કરતી હતી
  • 3 નવેમ્બરની રાત્રે 11.30 કલાકે યુવતીએ મેસેજ મોકલ્યો હતો
  • સંજીવભાઈ નામના વ્યક્તિને પીડિતાએ મેસેજ મોકલ્યો હતો
  • યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું
  • ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી
  • ઓએસીસ સંસ્થાની ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી 
  • સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી
  • ટ્રસ્ટીઓને દુષ્કર્મની ઘટનાની જાણ હોવા છતાં છૂપાવી હતી વાત
  • પીડિતાએ સંસ્થાની કર્મચારી વૈષ્ણવીને ડાયરીના ફોટો મોકલ્યા હતા
  • સંસ્થાની કર્મચારીએ ટ્રસ્ટી પ્રીતિ નાયરને બતાવ્યા હતા ફોટો
  • સંસ્થામાં સંજીવ શાહ, શૈલેષ શાહ અને પ્રીતિ નાયર છે ટ્રસ્ટી
  • ડાયરનું છેલ્લું પેજ, ડાયરી, પીડિતાના કપડા FSLમાં મોકલાયા   
  • OASIS સંસ્થા પર યુવતીની માતાએ પણ આક્ષેપ લગાવ્યા છે
  • સંસ્થાએ કેમ મારી દીકરીને મદદ ન કરી?- યુવતીની માતા
  • યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો થયો
  • સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના 
  • ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ
  • પોલીસને પીડિતાની સાઇકલ મળી આવી છે
  • હવે વાયરલ વીડિયો સામે આવ્યો જેમા હત્યાની આશંકા સેવાઈ રહી છે 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ