બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / video of Vadodaras Wadi Police extorting 50 thousand from a bootlegger has gone viral

આરોપ / VIDEO:બુટલેગર પાસેથી 50 હજારનો તોડ કરતો વડોદરાની વાડી પોલીસનો વીડિયો વાયરલ! આક્ષેપ મુદ્દે ACPનું મોટું નિવેદન

Kishor

Last Updated: 04:06 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની વાડી પોલીસના બે કર્મચારીઓ પર 50 હજાર રૂપિયા લીધાનો ધગધગતો આરોપ લાગ્યો છે ત્યારે આ મામલે ACP જી.ડી.પલસાણાએ નિવેદન આપી તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

  • વડોદરાની વાડી પોલીસ પર રૂપિયા પડાવ્યાનો આરોપ
  • બુટલેગરે પોલીસ પર 50 હજાર રૂપિયા પડાવ્યાનો કર્યો આક્ષેપ
  • 2 પોલીસકર્મીઓએ બુટલેગરને અટકાવી 1.5 લાખની કરી હતી માંગણી

વડોદરામાં બુટલેગર પાસેથી પોલીસે રૂપિયા પડાવ્યા હોવાના ચોંકાવનારા આરોપ લાગતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.બિયરની બોટલ સાથે પકડાયેલા બુટલેગર પાસેથી વાડી પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલોએ પૈસા પડાવી પોલીસે બુટલેગરને છોડી મૂક્યો હોવાના આક્ષેપો થયા છે.
 


અંતે 50 હજાર રૂપિયા લઇ પોલીસે બુટલેગરને છોડી મુક્યો

વડોદરાના વાડી પોલીસ પર 50 હજાર રૂપિયા પડાવ્યાનો બુટલેગરે આક્ષેપ લગાવ્યો છે અને આ અંગેનો બુટલેગરનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં રૂપિયા લેવા સાથે પોલીસ પર મોબાઈલ અને એક્ટિવા જપ્ત કરવાનો પણ આક્ષેપ લાગ્યો છે. જેમાં બુટલેગર બિયરના 12 ટીન લઇને જતો હતો. આ દરમિયાન આનંદસિંહ અને અન્ય કોન્સ્ટેબલ સહિત 2 પોલીસકર્મીઓએ બુટલેગરને અટકાવી 1.5 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ સમાધાન થતા અંતે 50 હજાર રૂપિયા લઇ પોલીસે બુટલેગરને છોડી મુકવામાં આવ્યો હોવાનો મામલો હાલ ગાજી રહ્યો છે.


ACP જી.ડી.પલસાણાએ કહ્યું...
ત્યારબાદ આ મામલે ACP જી.ડી.પલસાણાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે બુટલેગરે લગાવેલા આક્ષેપની ઊંડી તપાસ કરવામાં આવશે. હાલ વીડિયોની તપાસ ચાલી રહી છે.


સગળતા સવાલો

  • પોલીસની કામગીરી પર વારંવાર સવાલ કેમ ઉભા થાય છે?
  • પોલીસ પોતાની કામગીરી યોગ્યરીતે ક્યારે કરશે?
  • શું પોલીસ રાજ્યમાં દારૂના વેચાણને પ્રોત્સાહન આપે છે?
  • પોલીસ પોતાની ફરજ કેમ ભૂલે છે?
  • થોડા રૂપિયાની લાલચમાં પોલીસકર્મી દૂષણ ફેલાવાનું કામ કેમ કરે છે?
  • શું રાજ્યના અન્ય શહેરમાં પણ પોલીસકર્મીઓ તોડ કરે છે?
  • બુટલેગરે લગાવેલા આક્ષેપમાં તથ્ય કેટલું છે?
  • શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરશે?
  • રૂપિયા લેનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં?
  • પોલીસકર્મીને સરકાર દ્વારા મળતા પગારમાં સંતોષ કેમ નથી થતો?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ