ઉત્તરાયણના દિવસે જીવદયાનો એક વીડિયો વાયરલ થયો જેમાં તરસ્યા ઝેરી સાપને એક શખ્સે હથેળીમાં લઈને પાણી પીવડાવ્યું હતું.
ઉત્તરાયણના દિવસે જીવદયાનો વીડિયો વાયરલ
ઝેરી સાપને હથેળીમાં પાણી પીવડાવ્યું એક શખ્સે
સાપને લાગી હતી તરસ, આવી ચડ્યો ઘરમાં
ડરવાને બદલે શખ્સે હથેળીમાં લઈને પાણી પીવડાવ્યું
ઝેરી સાપનું નામ સાંભળીને ભયનું લખલખુ છૂટી જાય છે અને ક્યારેય મહાકાય સાપને જોઈને તો ધબકારા બંધ થઈ જવાનું લાગતું હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયામાં એક શખ્સ પોતાને હાથે તરસ્યા સાપને પાણી પીવડાવી રહેલો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક મોટો સાપ દેખાઈ રહ્યો છે અને તે શખ્સ તેના હાથે સાપને પાણી પીવડાવી રહેલો દેખાય છે. વીડિયો જોઈને તમારા ધબકારા વધી જશે.
તરસ લાગતા સાપ ઘરમાં આવી ચડ્યો, શખ્સે હથેળીમાં લઈને પાણી પીવડાવ્યું
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ પોતાની હથેળી વડે સાપને પાણી પીવડ઼ાવી રહ્યો છે. વીડિયો જોઈને તમે કલ્પના પણ નહીં કરી શકો કોઈ આવું પણ કરી શકે. આ વીડિયો જોઈને એવું જ લાગે કે જાણે સાપ આ શખ્સનો પાળેલો ન હોય.
વીડિયોને 2 લાખથી વધારે વ્યૂ મળ્યો
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયો છે. અને તેને 2 લાખથી પણ વધારે વ્યૂ મળ્યાં છે. આ વીડિયોને યુઝર્સે ઘણો પસંદ પડ્યો છે. એક યૂઝરે લખ્યું કે આ શખ્સ બેવકૂફ છે કેશું. સાપ ક્યારેય પણ મનુષ્યોનો મિત્ર ન બની શકે અને આ શખ્સ હથેળીમાં પાણી પીવડાવી રહ્યો છે. બીજા યૂઝરે લખ્યું કે પાણી પીતી વખતે ઝેરીમાં ઝેરી સાપ પણ ખૂબ ખૂબસુરત લાગે છે.