બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Dhoni Thanks to the fans after returning to the stadium, took photos with the ground staff

IPL 2023 / VIDEO: સ્ટેડિયમમાં ફરીને ફેન્સનો માન્યો આભાર, ગ્રાઉન્ડ સ્ટાફ જોડે પડાવ્યા ફોટોઝ, મેચ જીત્યા પછી ધોનીએ દિલ પણ જીત્યા

Last Updated: 01:32 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટ્રોફી લેવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે ધોની અંબાતી રાયડુ અને રવીન્દ્ર જાડેજાને ટ્રોફી ઉઠાવવા બોલાવ્યા હતા.

  • CSKએ ધોનીની કપ્તાનીમાં પાંચમી વખત IPL ટ્રોફી જીતી
  • જીત બાદ માહીએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ફોટો પડાવ્યો 
  • ઉજવણી દરમિયાન સપોર્ટ સ્ટાફ સાથે ખૂણા પર ઉભો જોવા મળ્યો ધોની 

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની ભલે ગુજરાત સામે રમાયેલી ફાઈનલ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા પણ તે IPLમાં 5 વખત ટાઈટલ જીતનાર કેપ્ટન બન્યા છે.તેણે IPLના ઈતિહાસમાં રોહિત શર્માની બરાબરી કરી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જેણે ધોનીની કપ્તાનીમાં પાંચમી વખત IPL ટ્રોફી જીતી હતી એવામાં આખી ટીમ ઉજવણી કરી રહી હતી પણ ધોની તેના અંદાજમાં બીજે ક્યાંક પંહોચ્યા. ત્યારબાદ કેમેરાએ તેના પર ફોકસ કર્યું. થોડાં ડગલાંનું અંતર રાખ્યા બાદ માહી ગ્રાઉન્ડ સ્ટાફની વચ્ચે પહોંચી, તેમની સાથે તસવીરો ખેંચાવી હતી.

ફાઈનલ જીત્યા બાદ જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટ્રોફી લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. તો ધોનીએ તેની છેલ્લી IPL મેચ રમી રહેલા અંબાતી રાયડુ અને ત્યાં મેચ જીતનાર રવીન્દ્ર જાડેજાને પણ બોલાવ્યો હતો. ધોનીની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. માહી, હંમેશની જેમ, આ વખતે પણ ટ્રોફીની ઉજવણી દરમિયાન સપોર્ટ સ્ટાફ સાથે ખૂણા પર ઉભો જોવા મળ્યો હતો અને યુવા ખેલાડીઓને વિજયની ઉજવણી કરવા દીધી હતી. IPLએ પોતે જ તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની ચેન્નાઈમાં સેલિબ્રેશન દરમિયાન ખૂણામાં ઊભો જોવા મળે છે.

આ સાથે હજુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં મેચ બાદ એમએસ ધોની એકલો ગયો અને સ્ટેડિયમમાં તમામ ચાહકોનો આભાર માન્યો હતો.

મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ટીમ જાણે આ નિર્ણયની રાહ જોઈ રહી હતી અને પ્રથમ બેટિંગ કરતાં તેણે નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 214 રન બનાવ્યા હતા. CSKનો દાવ વરસાદને કારણે પ્રભાવિત થયો હતો અને તેમને ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા 15 ઓવરમાં 171 રનનો સુધારેલ લક્ષ્ય આપવામાં આવ્યો હતો, જે તેમણે રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની કરિશ્માઈ બેટિંગ દ્વારા પ્રથમ બોલના છેલ્લા બોલ પર હાંસલ કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 IPL 2023 final CSK vs GT MS Dhoni Mahendra Singh Dhoni એમએસ ધોની મહેન્દ્ર સિંહ ધોની ms dhoni
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ