બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / viacom18 wins womens ipl media rights for 951 cr for the 2023 27

ક્રિકેટ / માર્ચમાં આ ચેનલ પર જોઈ શકશો મહિલા IPLની મેચો, 951 કરોડમાં મોટી કંપનીએ ખરીદ્યાં રાઈટ્સ

Hiralal

Last Updated: 02:54 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સની માલિકીવાળી viacom18 કંપનીએ 2023ની મહિલા આઈપીએલના મીડિયા રાઈટ્સ મેળવી લીધા છે.

  • માર્ચમાં યોજાઈ શકે મહિલા આઈપીએલ 2023
  • વાયકોમ 18એ ખરીદ્યાં મહિલા આઈપીએલના મીડિયા રાઈટ્સ
  • મીડિય રાઈટ્સ માટે લગાવી 951 કરોડની બોલી 

માર્ચ 2023થી મહિલા આઈપીએલની શરુ થવાની ધારણા છે જોકે તે પહેલા કઈ ચેનલ પર આઈપીએલની મહિલા મેચ જોઈ શકાશે તેને લઈને સમાચાર આવ્યાં છે. રિલાયન્સની માલિકીવાળી viacom18 કંપનીએ મહિલા આઈપીએલના પ્રસારણના હક મેળવી લીધા છે.  viacom18એ 951 કરોડમાં મહિલા આઈપીએલના હક ખરીદ્યાં છે. મહિલા આઈપીએલ માર્ચ 2023માં શરુ થવાની ધારણા છે. મહિલા આઈપીએલના પ્રસારણ હકો માટે આજે હરાજી થઈ હતી જેમાં વાયકોમ ઉપરાંત ઝી, સોની અને ડિઝનીના સ્ટાર્સ જેવી કંપનીઓએ બોલી લગાવી હતી પરંતુ સૌથી વધારે 951 કરોડની બોલી વાયકોમે લગાવી હતી જે પછી તેને હાઈએસ્ટ બીડર જાહેર કરીને 2023ની મહિલા આઈપીએલના હક ફાળવી દેવાયા હતા. 

વાયકોમે પાંચ વર્ષ માટે 951 કરોડ કરોડમાં ખરીદ્યા રાઈટ્સ 
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટ કરીને માહિતી આપી હતી. જય શાહે ટ્વિટ દ્વારા viacom18ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે viacom18ને 2023થી 2027 સુધી મહિલા આઈપીએલના મીડિયા રાઈટ્સ સોંપવામાં આવ્યાં છે. જય શાહે ટ્વિટ કરીને લખ્યું, વાયાકોમ 18ને મહિલા આઈપીએલ મીડિયા રાઈડ્સ જીતવા બદલ અભિનંદન. વાયકોમે પાંચ વર્ષ માટે મીડિયા રાઇટ્સ હેઠળ 951 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મેન્સ આઇપીએલ 2023-27ના મીડિયા રાઈટ્સ કુલ રુપિયા 48,390 કરોડમાં વેચાયા હતા.

માર્ચ 2023થી શરુ થશે આઈપીએલ 
હવે ટૂંક સમયમાં જ મહિલા આઈપીએલ 2023 સીઝન માટે પણ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. મહિલા આઇપીએલની આગામી સિઝનનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે આ ટૂર્નામેન્ટ આ વર્ષે 3થી 26 માર્ચ વચ્ચે યોજાઈ શકે છે. આ સિઝનમાં ફાઇનલ સહિત કુલ 22 મેચ થઇ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ