બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:54 AM, 10 June 2023
ADVERTISEMENT
શુક્ર ગ્રહને કીર્તિ અને યશના કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ જુલાઈ મહિનામાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 7 ઓગસ્ટ સુધી આ જ રાશિમાં રહેશે. જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર કઈ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે અને ધનવર્ષા થશે, તે અંગે અહીંયા જણાવી રહ્યા છીએ.
કર્ક-
આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. શુક્ર ગ્રહ કર્ક રાશિના બીજા ભાવમાં ગોચર કરશે, જેને ધન અને વાણીનું ઉત્તમ સ્થાન માનવામાં આવે છે. આ કારણોસર આ દરમિયાન નાણાંકીય લાભ થઈ શકે છે. શુક્રના રાશિ પરિવર્તનથી વાણી પર પણ અસર જોવા મળશે. તમારી વાણીથી આસપાસના લોકો પ્રભાવિત થશે અને તમારી પ્રશંસા કરવામાં આવશે. નાણાંકીય સંબંધિત સમસ્યા દૂર થશે.
ADVERTISEMENT
તુલા-
તુલા રાશિના દશમ ભાવમાં શુક્ર ગોચર કરશે, જેથી આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન બિઝનેસ અને નોકરીમાં વિકાસ થઈ શકે છે. આજીવિકાના સંસાધનોમાં પણ વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે. ઓફિસના કામથી ટ્રાવેલ કરવું પડી શકે છે. અન્ય કામ શરૂ કરવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. બિઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિને સારો નફો પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓને વધારાનું કામ આપવામાં આવી શકે છે.
મકર-
મકર રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક સાબિત થશે. શુક્ર મકર રાશિના સપ્તમ ભાવમાં ગોચર કરશે. શુક્ર મકર રાશિના પાંચમાં અને દસમા ભાવના પણ સ્વામી છે, જેથી સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. જો તમે કાયદાકીય બાબતો સાથે જોડાયેલા છો, તો હાલના સમયે તમને સફળતા મળી શકે છે. કાયદાકીય બાબતોનો નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.