તમારી ગાડીમાં નથી લાગેલી આવી નંબર પ્લેટ તો 13 ઓક્ટોબર બાદ થઇ શકે છે જેલ

By : juhiparikh 05:32 PM, 14 September 2018 | Updated : 05:32 PM, 14 September 2018
શું  તમારી પાસે  વાહન  છે? શું  તમે  તેમાં  હાઈ  સિક્યોરીટી નંબર પ્લેટ  લગાવી  છે ? જો ન લગાવી  હોય  તો  પહેલા જ  તમે  લગાવી લો  નહિતર  તમને  જેલ  થઈ  શકે  છે.

જી હા, જો  તમે  તમારી કારમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ન  લગાવી હોય  તો  હવે  સમય  આવી  ગયો  છે. જે  મુજબ આવી  કાર  વિરુદ્ધ  અભિયાન  છેડવાનું  તેઓ  એ નક્કી કર્યુ  છે.  

પરિવહન  મંત્રાલયે બહાર પાડેલા પરિપત્ર  મુજબ જો  13  ઓક્ટોબર  સુધીમાં  તમે  તમારા વાહનમાં હાઈ  સિક્યોરિટી  નંબર પ્લેટ  ન લગાવી  હોય  તો  તમને  3 મહિનાની જેલ  અને  500  રૂપિયાનો દંડ થઈ  શકે  છે.   અલબત  મૂંઝાવાની  જરૂર એટલા  માટે નથી  કે   હજુ   તમારી પાસે  1 મહિના જેટલો સમય  છે.  પણ  આ ડેડલાઈન ચૂકશો  નહિ. તમને જણાવી દઇએ કે, જે ગાડીઓનું રજિસ્ટ્રેશન થઇ રહ્યુ છે તેમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ જ મળી રહી છે.

દિલ્હીમાં 40 લાખ વાહનોમાં જૂની નંબરપ્લેટ

પરિવહન  મંત્રાલયના અધિકારી અનુસાર,  40   લાખ  જેટલી કાર  છે  જેમાં જૂની નંબર પ્લેટ  છે. જેમાં  કારની  સાથે  ટુ  વ્હીલર પણ  શામેલ  છે.  નવાં  નંબર પ્લેટ લગાડવાની પ્રક્રિયા 2 ઓક્ટોબરથી શરૂ  થશે  અને  જેનાં  માટે   દિલ્હીમાં  13  સેન્ટર ખોલવામાં  આવ્યા  છે.   એટલે કે,   તેઓ કહે  છે  કે આ ડેડલાઈન  પહેલાં  પરિવહન  વિભાગ  જબરદસ્ત  લોક જાગૃતિ  અભિયાન  ચલાવવાની  છે અને  હવે  નવાં   વાહનો પર   નવી  હાઈ  સિક્યોરિટી   નંબર  પ્લેટ  જ   મળે   છે.   તેમજ  છેલ્લાં  કેટલાક સમયથી આ  અભિયાન   ખૂબ  જ  જોર  પકડ્યુ   છે.Recent Story

Popular Story