બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Veer Narmad South Gujarat University : paper setter forgot to take out the question paper

છબરડો / લ્યો બોલો! પેપર સેટર પ્રશ્નપત્ર કાઢવાનું જ ભૂલી ગયા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ફરી મોટો છબરડો

Kiran

Last Updated: 11:47 AM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી છબરડો, પેપર સેટર એવી ભૂલ કરી કે પરીક્ષામાં પ્રશ્નપત્ર કાઢવાનું જ ભૂલી ગયા, અગાઉ પણ ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો સામે આવ્યો હતો

  • વીર નર્મદ યુનિવર્સિટીનો છબરડો
  • Sy. B.comનું પ્રશ્નપત્ર કાઢવાનું ભૂલી ગયા
  • ઓનલાઇન પ્રશ્નપત્ર કાઢવાનું ભૂલી ગયા

અવાર નવાર વિવાદોમાં રહેતી દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી છબરડો સામે આવ્યો છે. આ વખતે પેપર સેટર એવી ભૂલ કરી કે પરીક્ષામાં પ્રશ્નપત્ર કાઢવાનું જ ભૂલી ગયા, પેપર સેટરની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય આગળ વધારી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3.30 કલાકે શરૂ થવાની હતી ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર 4.45 કલાકે આપવામાં આવ્યા હતા.  



 

વીર નર્મદ દ.ગુજરાત યુનિ.નો છબરડો

મહત્વનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં Sy. B.comમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ઓનલાઇન પ્રશ્નપત્ર કાઢવાનું જ પેપર સેટર ભૂલી ગયા હતા. માર્કેટિંગ-2 વિષયની પરીક્ષાનું ગુજરાતી પ્રશ્નપત્ર ન મોડું મળતા વિદ્યાર્થીઓ પણ  મંઝવણમાં મુકાઈ ગયા હતા.. જોકે પછીથી વિદ્યાર્થીઓને પેપર લેટ આપવામાં આવ્યું હતું. અગાઉ પણ ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો સામે આવ્યો હતો. 

યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી

સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી હતી. મહત્વનું છે કે ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં યુનિવર્સિટીએ છબરડો સામે આવ્યો. જેમાં 50 ગુણની પરીક્ષામાં 59 થી લઈ 78 માર્કર્સ અપાતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. 

યુનિવર્સિટીની કામગીરી સામે અનેક સવાલો 

યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં 10 જેટલા વિદ્યાર્થીઓને 50થી વધુ માર્ક્સ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠનના યુવાનોએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી જવાબદાર વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.  સવારે લીધેલી પરીક્ષાના સાંજે પરિણામની ઉતાવળમાં છબરડો સામે આવ્યો હતો, અવાર નવાર આવી ગંભીર બેદરકારી સામે આવતા યુનિવર્સિટીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ