બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / vedanta limited announcement fifth interim dividend

શેરબજાર / શેરધારકો માટે ખુશખબર, આ કંપનીએ વર્ષે સતત 5મી વખત ડિવિડન્ટ આપવાનું કર્યું એલાન

Pravin Joshi

Last Updated: 10:07 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની દિગ્ગજ માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડે પોતાના શેર ધારકોને મોટી ફે આપતા પાંચમી અંતરિમ ડિવિડન્ટ આપવાનું એલાન કર્યું છે.

  • વેદાંતા લિમિટેડે ડિવિડન્ટ ચૂકવણીની તારીખ નક્કી કરી
  • વેદાંતા લિમિટેડ 4 વખત ડિવિડન્ટ તરીકે 81 રૂપિયા ચૂકવ્યા છે
  • કંપની દેશમાં સૌથી વધુ ચૂકવણી કરનારી કંપનીઓમાંથી એક

વેદાંતા લિમિટેડે એક્સેજને આપેલી માહિતીમાં જણાવ્યું કે, તેઓ પોતાના શેર હોલ્ડર્સને પ્રતિ શેર 20.50 રૂપિયા વળતર આપશે. કંપનીએ 2050 ટકાના અંતરિમ ડિવિડન્ટની જાહેરાત કરી છે. 1 રૂપિયાના ફેસ વેલ્યૂના આધારે પ્રતિ શેર ડિવિડન્ટની કિંમત 20.50 રૂપિયા હશે. તેના માટે કંપની 7,621 કરોડ જાહેર કરશે.

આ પહેલા હાલના નાણાકીય વર્ષમાં વેદાંતા લિમિટેડ પોતાના શેર ધારકોને 4 વખત ડિવિડન્ટ તરીકે 81 રૂપિયાનો નફો વહેંચી ચૂકી છે અને હવે પાંચમાં અંતરિમ ડિવિડન્ટનું એલાન કરીને કંપનીએ રોકાણકારોને ખુશ કરી દીધા છે.

ડિવિડન્ટ મેળવવા માટે શું હશે રેકોર્ડ ડેટ?
વેદાંતા લિમિટેડ દ્વારા એક્સેજને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ ડિવિડન્ટની ચૂંટણી માટે રેકોર્ડ ડેટ 7 એપ્રિલ, 2023 નક્કી કરી છે. એટલે 7 એપ્રિલ સુધી કંપનીના રેકોર્ડમાં જે રોકાણકારોના નામ શેરધારકો તરીકે દાખલ થશે તેમને 20.50 રૂપિયાનું ડિવિડન્ડ અપાશે. અંતરિમ ડિવિડન્ટની ચૂકવણી નક્કી સમયમાં કરાશે.

FY23માં 4 ડિડિવેન્ટમાં કુલ 81 રૂપિયાની ચૂકવણી
6 મે 2022એ વેદાંતાએ રૂપિયા 31.50 પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ટ આપવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ 26 જુલાઈ 2022એ વેદાંતાએ પોતાના શેરધારકોને રૂપિયા 19.50 રૂપિયા ડિવિડન્ડ આપ્યું. 29 નવેમ્બર 2022 અને 3 ફેબ્રુઆરી 2023એ ફરીથી રૂપિયા 17.50 અને રૂપિયા 12.50 પ્રતિ શેર માટે અંતરિમ ડિવિડન્ટ વહેંચ્યું.

વેદાંતા દેશમાં સૌથી વધુ ચૂકવણી કરનારી ડિવિડન્ટ કંપનીઓમાંથી એક છે, જેની યીલ્ડ 29.89 ટકા છે. આ વચ્ચે મંગળવારે એનએસઈ પર વેદાંતા પર શેર 1 ટકાથી વધીને 275.50 રૂપિયા પર બંધ થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ