બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Varun Gandhi writes to PM Modi; demands compensation for farmers, action on Lakhimpur Kheri violence

ખેડૂત તરફી નિવેદન / MSP પર કાયદો, 'શહીદ' ખેડૂતને 1 કરોડનું વળતર, PM મોદીને લખેલા પત્રમાં ભાજપ નેતાની મોટી માગ

Hiralal

Last Updated: 04:20 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પણ કૃષિ કાયદા પરત ખેંચવાની પીએમ મોદીની જાહેરાતનું સ્વાગત કરતા એક નવી માગ કરી છે.

  • ભાજપ સાંસદ વરુણ ગાંધીનું નિવેદન
  • હવે MSP પર પણ કાયદો બનાવો
  • આંદોલનમાં શહીદ થયેલા દરેક ખેડૂતને 1-1 કરોડનું વળતર આપો 

ખેડૂતોના હમસફર બનેલા ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ વરુણ ગાંધીએ ફરી વાર પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને એમએસપી પર કાયદો બનાવવાની માગ કરી છે. વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે મારી નમ્ર વિનંતી છે કે હવે MSP પર પણ કાયદો બનાવવો જોઈએ તથા બીજા મુદ્દા પણ તત્કાળ નિર્ણય થવો જોઈએ, જેનાથી ખેડૂત ભાઈ આંદોલન ખતમ કરીને સન્માન સાથે પોતપોતાના ઘેર જઈ શકે. પત્રમાં વરુણ ગાંધીએ એવું પણ લખ્યું કે લખીમપુર ખીરી ઘટના લોકશાહી પર કલંક સમાન છે. આ કેસના આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ સાથે સરકારે રાષ્ટ્રહિતમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરન્ટી આપવાની ખેડૂતોની માગ પણ સ્વીકારવી જોઈએ. આ આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારજનોને એક-એક કરોડનું વળતર આપવું જોઈએ. 

1 કરોડ વળતર ચૂકવવામાં આવે
વરુણે લખ્યું કે આંદોલન દરમિયાન 700થી વધુ ખેડૂતો 'શહીદ' થયા છે અને આ નિર્ણય અગાઉથી લેવો જોઈતો હતો. તેમણે લખ્યું હતું કે, 'હું તમને વિનંતી કરું છું કે આંદોલન દરમિયાન શહીદ થયેલા અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે દરેકને એક-એક કરોડ રૂપિયાનું વળતર જાહેર કરો.' તેમણે ખેડૂતો સામે નોંધાયેલી 'ખોટી' એફઆઈઆર ને નકારી કાઢવાની પણ માંગ કરી હતી.

લખીમપુર ખીરી કાંડના આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ-વરુણ ગાંધી 
લખીમપુર ખીરી કેસનો ઉલ્લેખ કરતાં ભાજપના સાંસદે પીએમ મોદીને લખેલા પત્રમાં આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.  કેન્દ્રીય પ્રધાનના પુત્રની કારે ઓક્ટોબરમાં લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને કારથી કચડી નાખ્યાં હતા જેના પગલે આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર, ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવરના નામ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ