બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / valsad sog team arrested 3 youths with duplicate notes

ક્રાઇમ / ગુજરાતમાં ફરી રહી છે 500ની નકલી નોટ, 3ને પોલીસે દબોચ્યા, પાકિસ્તાન કનેક્શનની તપાસ શરૂ

Dhruv

Last Updated: 04:23 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાની SOG પોલીસની ટીમે કપરાડામાંથી રૂપિયા 500ના દરની 5.47 લાખની નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો. જે મામલે પોલીસે પાકિસ્તાની કનેક્શનના આધારે તપાસ હાથ ધરી છે.

  • વલસાડ SOGએ નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો
  • 500ના દરની નકલી નોટો સાથે 3 આરોપીની ધરપકડ
  • વોન્ટેડ આરોપીએ નાસિકથી મોકલી હતી નકલી નોટો

ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર સામે આવ્યું છે. જોકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટ બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યો છે.

વોન્ટેડ આરોપીએ નાસિકથી નકલી નોટો મોકલી હતી

વલસાડ SOGએ 500ના દરની 5.47 લાખની નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો છે. 500ના દરની નકલી નોટો સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કપરાડાના 2 અને નાસિકના એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપીએ નાસિકથી નકલી નોટો મોકલી હતી. આરોપીઓ અઢી લાખ રૂપિયા સામે 5 લાખની નોટો આપવાના હતા. હાલ આ મામલે પોલીસે પાકિસ્તાની કનેક્શનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

500ના દરની નકલી નોટો સાથે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું આ ષડયંત્ર છેક નાસિકથી ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા, SOG PI સી.બી ચૌધરી, SOGના PSI એલ જી રાઠોડ અને તેઓની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમીવાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી. જેથી SOGની ટીમે રૂ. 5.47 લાખના દરની રૂ. 500ની નકલી નોટના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા અને 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેમાં પોલીસે કપરાડાના 2 યુવકો અને નાસિકનો એક યુવક મળીને કુલ 3 યુવકોને ઝડપી પાડયા હતા.

નાસિકમાં રહેતા માસ્ટર માઈન્ડ બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો

આ ઘટનામાં પોલીસે નાસિકમાં રહેતા માસ્ટર માઈન્ડ બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં વલસાડ પોલીસ આ નકલી નોટોના કૌભાંડમાં નાસિક ટીમ મોકલીને તાત્કાલિક બાલા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આથી, જો વલસાડ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે તો મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ