બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Valsad doctor declared Baby girl dead Survived dharampur family

વલસાડ / ગુજરાતની આશ્ચર્યજનક ઘટનાઃ પિતાના હાથમાં રહેલી મૃત બાળકીએ સ્મશાનમાં ખોલી આંખો, તાત્કાલિક ખસેડાઈ હોસ્પિટલ

Hiren

Last Updated: 12:08 AM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. પાવના ગામે ડોક્ટરે મૃત જાહેર કરેલી બાળકી જીવિત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

  • વલસાડના ધરમપુરમાં આશ્ચર્યજનક ઘટના આવી સામે
  • તબિબોએ મૃત ઘોષિત કરેલી બાળકી જીવત બની
  • સ્મશાનમાં બાળકીને લઈ ગયા બાદ બાળકીએ ખોલી આંખો

પાનવા ગામની એક મહિલાએ સાતના મહિને જ બાળકીને જન્મ આપતા વજન ઓછું હતું. જેને લઇને બાળકીને અઠવાડિયા માટે કાચની પેટીમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનો સ્મશાનમાં ખાડો ખોદી અંતિમવિધિ શરૂ કરી. આ સમયે જ પિતાના હાથમાં રહેલી બાળકીએ હલન ચલન સાથે આંખો ખોલી. આ ઘટના બનતા જ સૌ આશ્ચર્યમા મૂકાઈ ગયા હતા. રામ રાખે તેને કોણ ચાખે કેહવત ધરમપુરમાં સાર્થક બની છે.

શું બની સમગ્ર ઘટના ?
પાનવા ગામની ગર્ભવતી મહિલાને ધરમપુરની પ્રસુતિ હોસ્પિટલ દાખલ કરાઈ હતી. અહીં પ્રિમેચ્ચોર ડિલિવરી થતાં સાતમાં મહિને જ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે બાળકીનું વજન ઓછું હોવાથી તેને કાચની પેટીમાં રાખવી પડી હતી. 6 દિવસની સારવાર બાદ ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ બાળકીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

સ્મશાનમાં બાળકીએ આંખો ખોલતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ
6 દિવસની સારવાર બાદ પણ બાળકીનો જીવ ન બચતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીના મૃત્યુ અંગે જાણ થતાં સગા-સંબંધીઓ પણ પહોંચી ગયા હતા. બાદમાં બાળકીને સ્મશાન લઈ જઈ ખાડો ખોદીને અંતિમવિધિ કરવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં અચાનક જ પિતાએ પકડેલી બાળકીના શરીરમાં હલન ચલન થતાં સૌ ચોંકી ગયા હતા. બાળકીએ હાથ-પગ મરોડીને આંખ ખોલતા જ હાજર લોકો આખી ઘટનાને કૂતુહલવશ જોતા રહી ગયા હતા. જોકે આ ઘટના તબિબોની બેદરકારી પણ હોવાની શંકા છે.

હાલ બાળકીની હાલત સ્વસ્થ હોવાનો તબિબોનો દાવો
બાળકીએ આંખો ખોલી દેતા તાત્કાલિક 108ને ફોન કરીને બાળકીને સારવાર માટે ધરમપુરની રામચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં એક દિવસની સારવાર બાદ બાળકીને અન્ય હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં એનઆઈસીયુંમાં રાખ્યા બાદ હાલ બાળકીની હાલત સ્વસ્થ હોવાનો ડોક્ટરોએ દાવો કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ