સોખડા મંદિરના ગુણાતીત સ્વામીના અપમૃત્યુના કેસ મામલે SP આનંદ રોહને મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, સંસ્થા બદનામ ન થાય તે માટે સત્ય છુપાવ્યું'
ગુણાતીત સ્વામીના આપઘાત મુદ્દે તપાસ
મૃત્યુ પાછળના કારણની તપાસ ચાલુ-SP
ઘણા લોકોની પૂછપરછ ચાલી છે-SP
મૃત્યુ પાછળની હકીકત છુપાવી હોવાનું સામે આવ્યું છે- SP
સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો SP આનંદ રોહનને મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીના PM રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી મોત થયાનું કારણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી ફાંસો મળી આવ્યો હતો. બીજી તરફ સંસ્થા બદનામ ન થાય તે માટે હકીકતની જાણ નહોતી કરાઈ તેમ સંસ્થાના સંતો જણાવ્યું હતું.ગુણાતીત સ્વામીના અપમૃત્યુના મામલે SP આનંદ રોહને કહ્યું તે, હજી ઘણા લોકોની પૂછપરછ થઈ છે આ સાથે સંસ્થાના અગ્રણીઓ પાસે અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે.
SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી થયા હાજર
ઉલ્લેખનીય છે કે, આજે સવારે સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. SP રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. SPએ સંતોને પૂછ્યું હતું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?
સંતો અને સેક્રેટરીએ આપ્યો લૂલો જવાબ
આ દરમિયાન પોલીસે કરેલા આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. તેમજ તેઓ જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી.જિલ્લા પોલીસ વડાએ નિવેદન નોંધી આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુના મામલે ન્યાય આપોના ફોટા ફરતાં થયા છે. ગુણાતીત સ્વામીની હત્યા? સવાલ સાથે ફોટો વાયરલ થયા હતાં કે, હરિધામમાં હવે પછી કોનો વારો? એવો સવાલ સાથે પણ ફોટો વાયરલ