બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Manpa's new action plan for stray cattle, tagging of cattle

VTV મુહિમ / વડોદરા મનપાનો રખડતાં ઢોર માટેનો નવો એક્શન પ્લાન, ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ ક્યારે શીખ લેશે?

Vishnu

Last Updated: 09:06 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરને રખડતા ઢોર ના ત્રાસથી મુક્તિ આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પાલિકા દ્વારા હવે ઢોરોનું ટેગીંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  • વડોદરા મનપામાં પશુઓને ટેગિંગ કરવાની ઝૂંબેશ
  • 4 ઝોનમાં 4 ટીમ કરી રહી છે કામગીરી
  • પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમની કામગીરી

વડોદરા મનપા દ્વારા પશુઓને ટેગિંગ કરવાની ઝૂંબેશ શરૂ કરાઇ છે. સતત બીજા દિવસે પણ પશુઓને ટેગિંગ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે. આજવા રોડ, અમન સોસાયટીમાં ટેગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.

રખડતા ઢોર પર  પાસા સુધીની કાર્યવાહી 
વડોદરા મનપાની 4 ટીમ 4 ઝોનમાં કામગીરી કરી રહી છે. અને વડોદરા મનપાએ 2014થી અત્યાર સુધી કુલ 25 હજાર પશુઓને ટેગિંગ કર્યા છે. વડોદરા મનપાએ પહેલા દિવસે 465 પશુઓને ટેગ લગાવ્યા છે. અને સાથે જ વડોદરામાં પશુઓની જન્મ-મૃત્યુની નોંધણી પણ ફરજિયાત કરાઇ છે. આ અંગે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે ટેગિંગમાં પશુ માલિકની સંપૂર્ણ માહિતી હશે. અને પ્રથમ વખત પશુ પકડાશે તો 6 હજાર 200નો દંડ કરાશે. બીજા વાર પશુ પકડાશે તો 11 હજાર 200નો દંડ કરાશે. અને બે વખતથી વધુ પશુ પકડાશે તો માલિક સામે પાસા સુધીની કાર્યવાહી કરાશે. 

બોમ્બે તંત્ર પાસેથી શીખવું જોઈએ: અમી રાવત નેતા,વિપક્ષ વડોદરા મનપા
વિપક્ષ નું કહેવું છે કે સત્તાધીશો દ્વારા વિપક્ષ ને સાથે રાખ્યા વગર મનસ્વી નિર્ણય લેવાયા છે.ઢોર પકડવા પાલિકા ની ટિમો જાય તે પહેલાં પશુપાલકો ને જાણ થઈ જાય છે.આવા નિર્ણયો થી ઢોરો નો ત્રાસ ઓછો નહીં થાય. પાલિકાએ બોમ્બે તંત્ર પાસેથી શીખવું જોઈએ કે જ્યાં રખડતા ઢોર નો કોઈજ ત્રાસ નથી રહ્યો

રખડતાં ઢોર માટે શું કરાઇ વૈકલ્પિક વ્યવસ્થા?
શહેર ની આસપાસ 7 જગ્યાઓ ને ગૌચર ની જમીન સ્વરૂપે જોવામાં આવી છે આવનાર દિવસો માં શહેર માં રહેતા ગૌપાલકો ને આ જગ્યાઓ એ શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે શહેરમાં 20 હજાર જેટલા પશુઓ છે જેથી 4 ઝોનમાં પશુઓ માટે જમીન ફાળવવામાં આવશે. ઉપરાંત મેયરે એવું પણ કહ્યું છે જો જરૂર જણાય તો કલેક્ટર પાસે ગૌચારની જમીન પણ માગવામાં આવશે. સમગ્ર મામલે મેયરે એવું કહ્યું છે કે જ્યા સુધી વ્યવસ્થા ના થાય ત્યા સુધી તેઓ રખડતા પશું પકડવા માટે 24 કલાક કામ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ