બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara group clash stone plating by before ganesh chaturthi 2022
ADVERTISEMENT
વડોદરામાં એકવાર ફરી અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. શ્રીજીની સવારી દરમ્યાન એક જૂથે પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ પણ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

ADVERTISEMENT
અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત
જોકે બાદમાં આ ઘટનાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.
ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં આ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.
ADVERTISEMENT

ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે પથ્થરમારો કરાયો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, શહેરના પાણીગેટ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તા નજીક ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. એકાએક અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો તોડફોડ કરી હતી. બાદમાં આ બનાવની જાણ થતા જ ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તુરંત આ મામલે સધન કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT
કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે: ક્રાઇમ DCP
આ મામલે મોડી રાતે DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ સંબંધમાં બેની અટકાયત કરીને હાલમાં પૂછપરછ કરાઈ રહી છે. જે-તે વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે.' ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તો અગાઉ પણ આ જ રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.