બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / vadodara gangrape case kidnapped murder Big reveal

ઘટસ્ફોટ / સોરી સંજીવભાઇ, પ્લીઝ મને બચાવી લો: વડોદરામાં યુવતી ગેંગરેપ કેસ મામલે ચોંકાવનારો વળાંક

Hiren

Last Updated: 04:30 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નવસારીની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો થયો છે. ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ આપઘાત નહોતો કર્યો પરંતુ હત્યા કરાઈ હોવાની શક્યતા છે.

  • વડોદરામાં સામૂહિક દુષ્કર્મ મામલે ખુલાસો 
  • આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યાનો ખુલાસો
  • ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નંખાયુ હતું
  • આત્મહત્યા નહીં પરંતુ મર્ડર હોવાની શક્યતા

સામુહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું મનાઇ રહ્યું હતું પરંતુ યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ વ્યવસ્થિત રીતે મર્ડર કરાયું હોવાની શક્યતાઓ છે. આ ઘટનાને 17 દિવસ થવા આવ્યા છે, ત્યારે પોલીસ ચોતરફ તપાસ કરી રહી છે. તેવામાં હવે યુવતીના દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો થયો છે. યુવતીએ કરેલા છેલ્લો મેસેજ યુવતીની હત્યા થઇ હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે.

યુવતીએ પોતાનો જીવ બચાવવા કર્યો હતો છેલ્લો મેસેજ

મળતી માહિતી અનુસાર, 3 નવેમ્બરે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતા સમયે યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ યુવતીને કિડનેપ કરી લીધી હતી. યુવતીએ વોશરૂમમાંથી SoS (જીવ બચાવવાનો) વ્હોટ્સએપ મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. જેમાં યુવતીએ રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે 'સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારા માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું..

યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે સામે આવ્યું છે કે, દુષ્કર્મથી બચવા પ્રતિકાર કરતા આરોપીઓએ યુવતીને ચપ્પુનો ઘા માર્યો હતો. દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી છે. OASIS સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી છે. સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી. જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત. ત્યારે ઓએસીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.   

OASIS સંસ્થાની મેન્ટરે યુવતીને થયેલી ઇજાના ફોટો ડિલીટ કર્યા હતા

વડોદરામાં પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના કેસમાં ગઈકાલે વધુ એક ખુલાસો થયો હતો. યુવતીને થયેલી ઇજાના ફોટો મોકલ્યા બાદ ડિલીટ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેની તપાસમાં OASIS સંસ્થાની કર્મી શંકાના દાયરામાં છે. રેલવે પોલીસે વલસાડમાં નોંધેલી ફરિયાદમાં ઓએસિસ સંસ્થાની કર્મીએ યુવતીની ડાયરીના પેજ ફાડ્યા હોવાની શંકાનો ઉલ્લેખ કર્યો છે. સંસ્થાની મેન્ટરે પીડિતાની ડાયરીના ફોટા ટ્રસ્ટીને મોકલ્યા હતા. ટ્રસ્ટીને ફોટા મોકલ્યા બાદ મેન્ટરે ફોટા ડિલિટ કર્યાની આશંકા સેવાઇ રહી છે. તો PM રિપોર્ટમાં પીડિતાને ઈજા થયાનું સામે આવ્યું હતું. યુવતી પાસેથી ઓરેન્જ કલરની ડાયરી પણ મળી હતી. 29 તારીખે બનેલા બનાવ અંગે ડાયરીમાં વિગતો લખી હતી.

યુવતીની આત્મહત્યાનો મામલો શું છે?

  • નવસારીમાં રહેતી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયો હતો
  • યુવતી વડોદરામાં અભ્યાસ અને OASIS સંસ્થામાં ફેલોશિપ કરતી હતી
  • 2 નવેમ્બરે ઘરે જતી હતી ત્યારે વડોદરામાં તેનું અપહરણ થયું
  • વડોદરાના બે રિક્ષાચાલકોએ યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કર્યો
  • દુષ્કર્મની ઘટના એક બસ ડ્રાઇવરના ધ્યાને આવતા ડ્રાઇવરે મદદ કરી હતી
  • 4 નવેમ્બરે યુવતીનો વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો
  • મૃતદેહ સાથે રેલવે પોલીસને એક ડાયરી મળી આવી હતી
  • આ ડાયરીમાં યુવતીએ પોતાના પર ગેંગરેપની ઘટનાની નોંધ કરી હતી
  • ડાયરીમાં યુવતીએ પોતાને વડોદરા બસ ડ્રાઇવરે બચાવ્યાની પણ નોંધ કરી હતી
  • OASIS સંસ્થા પર યુવતીની માતાએ પણ લગાવ્યા આક્ષેપ
  • સંસ્થાએ કેમ મારી દીકરીને મદદ ન કરી?: યુવતીની માતા
  • સંસ્થાવાળા કેમ પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં?
  • યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો થયો
  • યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું
  • ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી
  • ઓએસીસ સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી 
  • સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ