વડોદરામાં બુટલેગર હરી સિંધી ફરાર થવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બુટલેગર હરી સિંધીને PSOએ ભગાડ્યાનું ખુલ્યું છે
બુટલેગર હરી સિંધી ફરાર થવા મામલે ખુલાસો
હરી સિંધીને PSOએ ભગાડ્યાનું ખુલ્યું
વરણામાં પોલીસ મથકમાંથી ભાગ્યો હતો
વડોદરામાં બુટલેગર હરી સિંધી ફરાર થવા મામલે મોટો ખુલાસો થયો છે.
વડોદરામાં દારૂનું મોટું નેટવર્ક ચલાવી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બૂટલેગર હરિ સિંધી વરણામા પોલીસ મથકમાંથી પોલીસ કર્મી સાથેની મિલીભગત થી ભાગી જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કેસ વરણામાં પોલીસ મથકના PSO મુકેશભાઇએ બુટલેગર હરી સિંધીને મળવા આવેલા મિત્રો સાથે પોલીસ મથક બહાર મોકલ્યો હતો જે બાદ આરોપી ફરાર થયો હતો.
હરી સિંધી, PSO સહિત 5 આરોપી સામે PSIએ ફરિયાદ નોંધાવી
આ મામલે વરણાના PSIએ હરી સિંધી, PSO સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, આરોપી હરી સિંધી સામે 26 ગુના નોંધાયા જેમાં 7 ગુનામાં વોન્ટેડ છે.આમ વોન્ટેડ આરોપી પોલીસની મિલીભગતથી ફરાર થયો છે. બીજી બાજુ આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં શહેરમાં ઠેર-ઠેર નાકાબંધી કરી હતી. તેમ છતાં આરોપીની કોઇ ભાળ મળી શકી ન હતી. બીજી બાજુ પીએસઆઈ કે એચ બિહોલા એ હરિ સિંધી, એએસઆઈ તેમજ પીએસઓ નો ચાર્જ સાંભળતાં મુકેશ દલાભાઈ સહિત 5 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
PSO મુકેશભાઈએ PSI સવારે આ સમગ્ર મામલાની જાણ કરી
વરણામા પોલીસે મથકે નોધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી હરીશ ઉર્ફે હરી ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રિયને બુધવારે બપોરે અટકમાં લીધા બાદ લોકઅપમાં રાખવાને બદલે PSO મુકેશભાઈએ એને રાત્રી ના સમયે મળવા આવેલા મિત્રો સાથે પોલીસ મથકની બહાર બેસવાની સગવડ કરી આપી હતી અને ત્યાર બાદ છેક સાડા ત્રણ વાગે જોવા જતા આરોપી ભાગી ગયો હોવાની જાણ થઇ હતી. મુકેશભાઈએ આરોપીની શોધખોળ કરી હતી અને PSI બિહોલાને છેક સવારે 6.38 વાગે જાણ કરી હતી. ત્યાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણકારી અપાઈ હતી જેના પગલે જિલ્લા બહાર જતા દરેક માર્ગો ઉપર નાકા બંધી કરાઈ હતી.
Vtvના સળગતા સવાલો
- બુટલેગર હરી સિંધીને PSOએ શા માટે ભગાડ્યો?
- વોન્ટેડ આરોપીને મિત્રો સાથે બહાર કેમ મોકલ્યો?
- શું બુટલેગરને ભગાડવા માટે પ્લાન બનાવ્યો હતો?
- શું PSO મુકેશભાઇ સામે કાર્યવાહી કરવામાં આવશે?
- બુટલેગરને ભગાડવા માટે PSOને નાણા મળ્યા છે?